સુરત: શહેરના ટેક્સટાઇલ સોશિયલ ઉદ્યોગ સોમવારથી શરૂ થયો છે. ત્યારે ઉદ્યોગમાં ડિસ્ટનસિંગ, હેન્ડ સેનીટરાઈઝ તેમજ ફરજિયાત માસ્કના નિયમોનીની સાથે શહેરની તમામ ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં નિયમો લાગુ કરાયા છે. જ્યાં શરૂ થયેલી માર્કેટમાં તેનું ચુસ્ત પાલન જોવા મળ્યું. સોમવારથી શરૂ થયેલા ટેકસ્ટાઈલ્સ માર્કેટને લઈ સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સરકારનો આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
ફોસટા ડાયરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું છે કે, કોરોના મહામારી વચ્ચે તમામ સિઝનનો વેપાર નિષ્ફળ ગયો છે. આગામી તહેવારોમાં નવા વેપારની આશા વેપારીઓમાં જાગી છે. માર્કેટની 65 હજાર જેટલી દુકાનો હાલ સંપૂર્ણ રીતે રાબેતા મુજબ થતા દસથી પંદર દિવસ જેટલો સમય લાગી શકે છે. હમણાં સુધી 12 હજાર કરોડથી વધુનું નુકસાન ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને થઈ ચૂક્યું છે. ત્યારે માર્કેટ ફરી ધમધમતા વેપારનું એક આશાનું કિરણ પણ બંધાયું છે.