સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી એક ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસમાં ચોરીની ઘટના સામે (Theft at Tour & Travelers office in Umra area) આવી છે. અહીં તસ્કર માત્ર 8 જ મિનિટમાં 6,00,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ (Terror of thieves in Surat) ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ (Theft incident captured on CCTV camera) થઈ હતી. બીજી તરફ ઓફિસના માલિકે આ બનાવને લઈને ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ (Complaint at Umra police station) પણ નોંધાવી છે.
આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર કિશન સિંહને બ્રિટનથી ભારત લાવવામાં આવ્યો
રાત્રે 3 વાગ્યે તસ્કરે ઓફિસમાં કરી ચોરી
પીપલોદ લેક ગાર્ડન પાસે (Theft near Peoplelod Lake Garden) રહેતા કૃણાલ રમેશચંદ્ર પવાર ટૂર એન્ડ ટ્રાવેલર્સનો વ્યવસાય કરે છે. ઉમરામાં આગમ એમ્પોરિયમમાં તેમની ઓફિસ છે. 26 ડિસેમ્બરે રાત્રે 3 વાગ્યે તસ્કરોએ તેમની ઓફિસને નિશાન બનાવી હતી. તસ્કરો ઓફીસની પાછળની સ્લાઈડીંગ બારી યેનકેન પ્રકારે ખોલી તે વાટે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર 8 જ મિનિટમાં 6,00,000 રૂપિયાની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો- Crime in Surat: ભિખારી બનીને ચોરી કરતા તમિલનાડુની વેઢેર ગેંગના 2 સાગરિત ઝડપાયા
માસ્ક પહેરીને આવેલો ઈસમ ચોરી કરતા નજરે ચડ્યો
બીજા દિવસે ઓફિસમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા તેમણે CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં માસ્ક પહેરીને આવેલો ઈસમ ચોરી કરતા નજરે ચડ્યો હતો. આ ઘટના પછી તેમણે સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint at Umra police station) નોંધાવી હતી, જેમાં ઉમરા પોલીસે ઓફિસની માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તેમ જ CCTV ફૂટેજના આધારે (Theft incident captured on CCTV camera) આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.