- સુરતમાં VNSGUના બીકોમના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવાશે
- ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને સત્યમેવ જયતે ગૃપે પરીક્ષા ઓનલાઈન લેવા કરી રજૂઆત
- બંને સંગઠને યુનિવર્સિટીના કુલપતિને ઓનલાઈન પરીક્ષા લેવા કરી રજૂઆત
સુરતઃ VNSGUમાં બીકોમ સેમેસ્ટર 6ની ઓફલાઈન પરીક્ષા જુલાઈમાં લેવાશે. ત્યારે ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને સત્યમેવ જયતે ગૃપે પરીક્ષા ઓનલાઇન લેવાની કુલપતિને રજૂઆત કરી હતી. સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા યુનિવર્સિટીએ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો- Gujarat High Courtએ કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવા બાબતે Gujarat Universityને પાઠવી નોટિસ
આવા સમયે પરીક્ષા ઓફલાઈન લેવી યોગ્ય નથીઃ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન
ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સુરત શહેર પ્રમુખ ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી કે, યુનિવર્સિટી દ્વારા જુલાઈમાં બી.કોમ સેમેસ્ટર-6ની પરીક્ષા ઓફલાઈન લેવાશે. જોકે, આ પરીક્ષા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન લેવામાં આવે. તો બીજી તરફ આ મુદ્દે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવા કુલપતિએ જણાવ્યું હતું.

આ પણ વાંચો- રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષા કરી રદ્દ કરવાના નિર્ણયને વાલી મંડળે આવકાર્યો
યુનિવર્સિટી કોઈ નિર્ણય નહીં લે તો આંદોલન થશે
સત્યમેવ જયતે ગૃપના શહેર પ્રમુખ ભાવેશ કેવડિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ રદ કરી શકે તો યુનિવર્સિટીના કુલપતિ કેમ નહીં. બીકોમ સેમેસ્ટર 6 અને બાકીના ફેકલ્ટીની પરીક્ષા માટે ઓનલાઈન લેવામાં આવે. આ સાથે જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો ઠીક અને બીકોમના વિદ્યાર્થીઓ માટે જે ખાલી ઓફલાઈન સિસ્ટમ મૂકવામાં આવે તો આ ખોટું છે. કાં તો પરીક્ષા રદ કરવામાં આવે કાં તો ઓનલાઈન પરીક્ષામાં લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જો આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ કોઈ યોગ્ય નિર્ણય ન લેતો આગામી દિવસોમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું.