- સુરતના કારખાનેદારને મળ્યું રહસ્યમય કુરિયર
- કુરિયર ખોલીને જોતા પરિવારની આંખો ચાર થઈ
- પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
સુરત: શહેરના ભટાર-ઉમાભવન વિસ્તારમાં રહેતા કારખાનેદાર (businessman from surat) અશોક ઝવરના ઘરે શનિવારે બપોરે એક મોટું રહસ્યમય કુરિયર (suspicious courier) ડિલીવર થયું હતું. આ કુરિયર પર તેમના પિતા દીપચંદ કેસરીચંદ ઝવરનું નામ અને આધારકાર્ડની કોપી હોવાથી તેમણે આ કુરિયર સ્વીકાર્યું હતું. જ્યારબાદ અંદરથી વિદેશી દારૂ(Liquor) ની 96 બોટલો મળતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
1.35 લાખની કિંમતનો વિદેશી દારૂ
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તેમના નિવાસ્થાને પહોંચી હતી અને કુરિયરમાં આવેલા 4 કાર્ટૂનની તપાસ કરતા તેમાં મોકલવામાં આવેલી 96 બોટલો પૈકી 6 બોટલો તૂટી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારબાદ પોલીસે રૂપિયા 1.35 લાખની કિંમતનો વિદેશી દારૂ (Liquor)નો જથ્થો કબજે કર્યો હતો અને સુરતના કારખાનેદાર (businessman from surat) ને દિલ્હીથી જે કુરિયર કંપનીમાંથી આ રહસ્યમય કુરિયર (suspicious courier) મોકલવામાં આવ્યું હતું. ત્યાં તપાસ હાથ ધરી છે.