ETV Bharat / city

હવે આ જ બાકી : બાઈકસવાર ઇસમ કાર મેળામાંથી કચરાની ડોલ ચોરી ગયો, ઘટના CCTVમાં કેદ

કારમાં આવી લાખોની ચોરી ( Theft ) કરતી ઘટના સામે આવી ચુકી છે. પરંતુ હવે વરાછામાં અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. વરાછામાં એક બાઈક પર આવેલો ઇસમ કારમેળામાં લાગેલી એક ડોલની ચોરી કરી ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ( CCTV ) કેમેરામાં કેદ થઇ છે.

હવે આ જ બાકી : બાઈકસવાર ઇસમ કાર મેળામાંથી કચરાની ડોલ ચોરી ગયો, ઘટના CCTVમાં કેદ
હવે આ જ બાકી : બાઈકસવાર ઇસમ કાર મેળામાંથી કચરાની ડોલ ચોરી ગયો, ઘટના CCTVમાં કેદ
author img

By

Published : Jul 17, 2021, 6:40 PM IST

  • સુરતના વરાછામાં આવેલા ક્રિષ્ના કાર મેળામાં કચરાની ડોલ ચોરી
  • કચરાની ડોલ ચોરી કરી બાઈકસવાર ઇસમ ફરાર થઇ ગયો
  • સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે અને અવનવી કોમેન્ટ

સુરત: સુરતમાં દિવસેને દિવસે તસ્કરોનો આતંક સામે આવી રહ્યો છે. ઘર, ઓફિસમાં તસ્કરો રાત્રી કફર્યુના સમયમાં આવીને ચોરીની ( Theft ) ઘટનાને અંજામ આપી જાય છે. આ ઉપરાંત સુરતમાં ભૂતકાળમાં કારમાં આવીને તસ્કરો લાખોની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચુકી છે. પરંતુ હવે સુરતમાં એક અજીબોગરીબ ચોરીનો ( Theft ) કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછામાં આવેલા ક્રિષ્ના કાર મેળામાં કચરાની ડોલ ચોરી કરી એક બાઈકસવાર ઇસમ ફરાર થઇ ગયો હતો. અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ( CCTV ) માં કેદ થઇ જવા પામી છે. આ સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યાં છે.

સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે
35 સેકન્ડમાં કરી ચોરી બાઈકસવાર ઇસમે કારમેળામાંથી કરેલી કચરાની ડોલની ચોરી ( Theft ) ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. માત્ર 35 સેકન્ડમાં જ બાઈકસવાર ઇસમ ચોરીની ઘટનાને અંજામ આપે છે. સીસીટીવીમાં ( CCTV ) જોઈ શકાય છે કે મોઢે માસ્ક પહેરેલો બાઈકસવાર ઇસમ કાર મેળાની બહાર પોતાની બાઈક રોકે છે. આજુબાજુ તપાસ કરે છે અને બાદમાં કારમેળાની જાળી પાસે રહેલી કચરાની ડોલ ઉઠાવે છે અને બાદમાં બાઈક પર લટકાવી ફરાર થઇ જાય છે.અવનવી કોમેન્ટ થઇ રહી છે કચરાના ડોલની ચોરીની ( Theft ) આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યાં છે. ત્યારે માત્ર કચરાની ડોલની ચોરી કરતા સીસીટીવી ( CCTV ) ફૂટેજના કારણે લોકો પણ અસમજસમાં મુકાયાં છે. જોકે કાર મેળા સંચાલક દ્વારા સમગ્ર મામલે પોલીસને ફરિયાદ કરાઇ નથી.

આ પણ વાંચોઃ વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મરચું નાખીને સોનાના ચેઈનની લૂંટ

આ પણ વાંચોઃ સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.