ETV Bharat / city

JEE Main-પેપર 2નું પરિણામ જાહેર: સુરતના કેતને ઓલ ઇન્ડિયામાં 32મો રેન્ક પ્રાપ્ત કર્યો

JEE મેઈન (પેપર-2)નું પરિણામ (Result of JEE Main - Paper-2)આવી ગયું છે, જેમાં સુરતની પી.પી.સવાણી સ્કૂલ (PP Savani School Surat)ના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં સુરતનું નામ રોશન કર્યું. તેણે 99.48 PR પ્રાપ્ત કર્યા છે. કેતનના પિતા દિનેશભાઈ પારલે-જી બિસ્કિટ ડેપોમાં જોબ કરે છે.

JEE Main-પેપર 2નું પરિણામ જાહેર, સુરતનો કેતન ઝળક્યો

author img

By

Published : Oct 6, 2021, 6:59 PM IST

  • JEE મેઇન પરીક્ષાનું પેપર-2 નું પરિણામ જાહેર
  • સુરતના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કર્યો
  • IITમાંથી આર્કિટેક્ચર એન્જિનિયરિંગ કરવાનું કેતનનું સપનું

સુરત: JEE મેઈન (પેપર-2) (Result of JEE Main - Paper-2)નું પરિણામ આવી ગયું છે, જેમાં પી.પી.સવાણી સ્કૂલના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં સુરતનું નામ રોશન કર્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની આર્કિટેક્ચર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલી JEE મેઈન પરીક્ષાનું પેપર-2નું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કર્યો

આ પરીક્ષામાં પી.પી.સવાણી સ્કૂલના શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 32મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેતન પુણાગામ વિસ્તારમાં ભૈયાનગર ખાતે રહે છે. પિતા દિનેશભાઈ પારલે-જી બિસ્કિટ ડેપોમાં જોબ કરે છે, જ્યારે માતા હેન્ડવર્કનું કામ કરે છે. ઘરની પરિસ્થિતિને જોતા કેતન દિવાળીમાં ફટાકડા પણ ફોડતો નહોતો.

ક્રિકેટના શોખને પડતો મૂક્યો, સવારે 4 વાગ્યે ઊઠતો

તે સવારે 4 વાગ્યે ઉઠી જતો અને 12 વાગ્યા સુધી અભ્યાસ કરતો. કેતનને ક્રિકેટનો પણ ઘણો જ શોખ હતો, પરંતુ તેણે ક્રિકેટનો શોખ પડતો મુકીને લગનથી ભણવામાં મહેનત કરી અને નામ રોશન કર્યું. કેતનના પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન છે જે B.A.M.S નડીયાદથી અભ્યાસ કરી રહી છે.

99.48 PR પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું

કેતને જણાવ્યું હતું કે, એ કલાકો સુધી અભ્યાસ કરતો હતો અને IITમાંથી આર્કિટેક્ચર એન્જિનિયરિંગ કરવાનું તેનું સપનું છે. શાહ કેતન દિનેશભાઈએ 99.48 PR પ્રાપ્ત કરી પોતાનું તથા સમગ્ર ગુજરાતનનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીની મહેનતનું રિઝલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.

સંસ્થાના ચેરમેને શુભકામાનઓ પાઠવી

આજ રોજ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને તેમને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી મિલો બંધ રહેશે, Impact of the Crisis in China

આ પણ વાંચો: સુરત ડાયમંડ બુર્સ પર વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ ફિદા, ઑફિસ ખરીદવા થયા તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.