ETV Bharat / city

Surat Diamond Bourse વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે - Chief Minister vijay Rupani

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister vijay Rupani) એ સુરત(Surat)ના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સુરત ડાયમંડ બુર્સ'(Surat Diamond Bourse)ની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 'સુરત ડાયમંડ બુર્સ'ની મૂલાકાત નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ (Nitin Patel)સાથે લીધી હતી.

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ બનશે ઓફિસ હબ

author img

By

Published : Jul 12, 2021, 11:51 AM IST

Updated : Jul 12, 2021, 11:56 AM IST

  • મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 'સુરત ડાયમંડ બુર્સ' સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું
  • આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી
  • દેશ-વિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે

સુરતઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister vijay Rupani) એ સુરત(Surat)ના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સુરત ડાયમંડ બુર્સ' (Surat Diamond Bourse)ની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી, આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી.

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે

આ પણ વાંચોઃ Prime Minister Modi's dream projectમાંથી એક સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે મુખ્યપ્રધાન રૂપાણી

દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે

બેઠક દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિં દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ-વેચાણ થશે

સુરત(Surat)ના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમથી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse)ના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટાપાયે ખરીદ-વેચાણ થશે અને દેશ-વિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે, એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે એવી ખાતરી ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ ખજોદ ખાતે નિર્માણાધીન 'સુરત ડાયમંડ બુર્સ'ની કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત

દુનિયાના વ્યાપારીઓ સુરત આવીને પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે

આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse)ના ડિરેકટર મથુરભાઈ સવાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 36 એકરની વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલા ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse)ના નિર્માણથી દુનિયાના વ્યાપારીઓ સુરત આવીને પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે, એમ જણાવી તેમણે ડાયમંડ બુર્સ કાર્યરત થતાં ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રમાં સુરત મોખરે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Last Updated : Jul 12, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.