વરાછાના એ.કે. રોડ ખાતે આવેલ રામદેવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ કપુરીયા ખટોદરા કેનાલ રોડ પર આવેલ વકીલ શેરીમાં મહાવીર નમકીન નામે જનરલ સ્ટોર્સ ચલાવે છે. તેમની દુકાનને અજાણ્યા ઈસમોએ નિશાન બનાવી દુકાનમાં ઘુસી કાઉન્ટરમાંથી 80 હજારની રોકડ ચોરી કરી દુકાનમાં લગાડેલ CCTV કેમેરા તોડી ભાગી છુટ્યા હતાં. જો કે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઈ હતી, ત્રણ જેટલા ઈસમો ચોરી કરતા નજરે ચડે છે.
હાલ આ સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.