ETV Bharat / city

સુરતઃ બે વર્ષ બાદ બાળકી સાથે અડપલાં કરનાર અંગે જાણ થઈ, આધેડે અશ્લીલ વીડિયો બતાવી કર્યું હતું કૃત્ય - સુરક પોલીસ

કાપોદ્રા વિસ્તારમાં 50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકીને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી શારીરિક અડપલા કર્યા હતાં. બાળકીએ આ વાત તેણીની માતાને જણાવી હતી. જેથી બાળકીના માતાપિતાએ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.

સુરતઃ બે વર્ષ બાદ બાળકી સાથે અડપલાં કરનાર અંગે જાણ થઈ, આધેડે અશ્લીલ વીડિયો બતાવી કર્યું હતું કૃત્ય

author img

By

Published : Dec 18, 2020, 5:57 PM IST

Updated : Dec 18, 2020, 7:20 PM IST

  • સુરતના આધેડનું કરતૂત બે વર્ષે બહાર આવ્યું
  • મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી બાળકીને કર્યાં હતાં અડપલાં
  • પોલીસે આધેડની કરી ધરપકડ

સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના હજુ સમી નથી, ત્યાં કાપોદ્રામાં એક 50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકીને મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી અડપલા કર્યા હોવાનું બહાર આવ્યું છે. વાત કંઈક એમ છે કે કાપોદ્રામાં આવેલી ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા લાભુભાઈ ઉછદડીયાએ તે વિસ્તારમાં રહેતી એક બાળકીને ઘરમાં લઇ જઈ મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી અડપલા કર્યા હતાં અને જણાવ્યું હતું કે તું આ વાત કોઈને કહેશે તો તારી મમ્મી વ્હાલ નહીં કરે.

મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી બાળકીને કર્યાં હતાં અડપલાં

આ રીતે કરતૂત સામે આવી

આ ઘટનાના બે વર્ષ બાદ જયારે તેની માતા તેના ભાઈને વ્હાલ કરી રહી હતી તે વેળાએ બાળકી રડવા લાગી હતી. જેથી બાળકીની માતાએ બાળકીને પૂછતાં તેણે આધેડની કરતુત જણાવી દીધી હતી. બાળકીના મુખે આ વાત જાણી તેણીના માતાપિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી અને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી આરોપી મકાન માલિકની ધરપકડ કરી છે.

બે વર્ષ બાદ બાળકીએ આ વાત ઘરમાં જણાવી

ઉલ્લેખનીય છે કે આ ઘટના બે વર્ષ પહેલાં બની હતી. બે વર્ષ પહેલા નવરાત્રીના સમયે બાળકી ઘરમાં પાણી પીવા માટે ગઇ હતી અને ત્યારે મકાન માલિકે આ કૃત્ય આચર્યું હતું. અને ત્યારબાદ અવારનવાર આવી રીતે બાળકીના અડપલા કર્યા કરતો હતો. જો કે આખરે બે વર્ષ બાદ બાળકીએ આ વાત ઘરમાં જણાવતાં મકાન માલિકની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ આ મામલે કાપોદ્રા પોલીસે આરોપી 50 વર્ષના આધેડની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Dec 18, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.