ETV Bharat / city

Corona Vaccination Campaign: વિશ્વ યોગ દિને વેક્સિનેશનમાં સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું

કોરોનાની (Corona) ત્રીજી લહેર (Corona Third wave) પહેલાં મહત્તમ લોકોને રસીકરણ પૂર્ણ કરવા માટે જ્યારે મહાઅભિયાન (Corona Vaccination Campaign) શરુ થઈ ચૂક્યું છે ત્યારે સુરત શહેર રસીકરણમાં ( Vaccination ) પ્રથમ રહ્યું છે. વિશ્વ યોગ દિને મહિનાઓ બાદ 38,000  લોકોને એકસાથે એક જ દિવસ રસી મૂકવામાં આવી છે.

Corona Vaccination Campaign: વિશ્વ યોગ દિને વેક્સિનેશનમાં સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું
Corona Vaccination Campaign: વિશ્વ યોગ દિને વેક્સિનેશનમાં સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું
author img

By

Published : Jun 22, 2021, 4:20 PM IST

  • 38,000 લોકોને એકસાથે એક જ દિવસ રસી મૂકવામાં આવી
  • ઓનલાઈન સ્લોટ બુકિંગથી વેક્સિન લેવામાં અઠવા અને રાંદેર ઝોનના વિસ્તારો આગળ
  • અત્યાર સુધીમાં 16 લાખ લોકોને વેકસીનેટ કરવામાં આવ્યાં છે
  • 230 કેન્દ્રો પરથી વેકેશનનો લાભ શહેરીજનો લઇ રહ્યાં છે

    સુરત : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશન પ્રોગ્રામમાં (Corona Vaccination Campaign) ફરી એક વખત ઉછાળો આવ્યો છે. વિશ્વ યોગ દિને મહિનાઓ બાદ 38,000 લોકોને એકસાથે એક જ દિવસ રસી મૂકવામાં આવી છે. વિશ્વ યોગ દિને વેક્સિનેશનમાં ( Vaccination ) સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું છે.

    સૌથી વધુ સુરતમાં થયું વેકસીનેશન

રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં સોમવારે થયેલા રસીકરણ પૈકી સુરતમાં સૌથી વધુ વેકસીન આપવામાં આવી હોવાનું નોંધાયું હતું. 35,000 હજાર લોકોને એક જ દિવસમાં વેકસીનેટ કરવાના લક્ષ્યાંક સામે સુરત મહાનગરપાલિકા દ્વારા 38,000થી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી (Surat Corporation Corona Vaccination) મૂકવામાં આવી હતી. રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત જામનગર, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની તુલનાએ સુરત મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ લોકોને વેકસીનેટ કરવામાં આવ્યાં હતાં.

સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વોક -થ્રુ વેક્સિન

આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ (Surat Municipal Commissioner Banchhanidhi Pani) જણાવ્યું હતું કે કોરોનાની રસી લેવા માટે ઓનલાઈન સ્લોટની ફાળવણી સાથે વોક-થ્રુ વેક્સિનેશન ( Vaccination ) શરૂ થતા અનેક સેન્ટરો ઉપર ફરી ધસારો શરૂ થયો છે. ઓનલાઈન સ્લોટ બુકિંગ કરાવી વેક્સિન મેળવવામાં શહેરના અઠવા અને રાંદેર ઝોનના વિસ્તારો આગળ રહ્યાં હતાં. તો સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વોક -થ્રુ વેક્સિન લેવામાં ઉધના લિંબાયત અને વરાછા ઝોન વિસ્તારના નાગરિકો આગળ હોવાનું નોંધાયું છે. અત્યાર સુધીમાં 16 લાખ લોકોને વેકસીનેટ કરવામાં આવ્યાં છે

આ પણ વાંચોઃ "વેલ ડન ઇન્ડિયા": રસીકરણના પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ

કુલ 230 વેકસીનેશન સેન્ટર

ઉલ્લેખનીય છે કે તમામ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના રસીકરણ અભિયાન (Corona Vaccination Campaign) શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના તમામ વિસ્તારના 230 કેન્દ્રો પરથી વેક્સીનનો લાભ શહેરીજનો લઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ રસીકરણ અભિયાન માટે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું : અમિત શાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.