- SVNITના માસ્ટર્સના પાસઆઉટ વિદ્યાર્થીઓએ ચાર્જરની ટેકનોલોજી પર કર્યું રિસર્ચ
- વિદ્યાર્થીઓએ 30 મિનીટમાં 80 ટકા બેટરી ચાર્જ થાય થાય તેવું રિસર્ચ કર્યું છે
- સિંગલ ફેઝમાં જ પાર્કિંગમાં ઈન્સ્ટોલ કરી ઉપયોગમાં લઈ શકાય
સુરતઃ ઈલેક્ટ્રિક વાહનો વિશ્વનું ભવિષ્ય છે. ઈલેક્ટ્રિક વાહનો અંગે અનેક કંપનીઓ રિસર્ચ કરી રહી છે. તેવામાં સુરતમાં SVNITના માસ્ટર્સના પાસ આઉટ સ્ટુડન્ટ્સે (Research of Masters students of SVNIT) પણ હવે આ રિસર્ચમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ વિદ્યાર્થીઓએ ચાર્જરની ટેકનોલોજી પર રિસર્ચ (Student research on charger technology) કરી નવા ચાર્જર બનાવ્યા છે. સામાન્ય રીતે ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle charging station) 5થી 6 કલાકમાં 80 ટકા બેટરી ચાર્જ કરે છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ માત્ર 30 મિનિટમાં 80 ટકા બેટરી ચાર્જ થાય થાય તેવું રિસર્ચ કર્યું છે, જેને સિંગલ ફેઝમાં જ પાર્કિંગમાં ઈન્સ્ટોલ કરી ઉપયોગમાં લઈ શકાય છે.
આ પણ વાંચો- Research and Development Food: કેળા અને પાઈનેપલના ફાઈબર માંથી બનાવામાં આવ્યું યાર્ન
રાજ્ય સરકારે અગાઉ વ્હિકલ પોલિસી કરી છે જાહેર
અત્યારે વાહનોના ઈંધણના ધૂમાડાથી થતા વાયુ અને ધ્વની પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવા માટે રાજ્ય સરકાર પણ વ્હિકલ પોલિસી (State Government Vehicle Policy) લાવી છે. ત્યારે આ માટે જરૂરી એવા ચાર્જરને લઈને વિદ્યાર્થીઓ વિવિધ રિસર્ચ કરી રહ્યા છે. SVNITના માસ્ટર્સના પાસ આઉટ 5 વિદ્યાર્થીઓએ ચાર્જરની ટેકનોલોજીમાં રિસર્ચ (Student research on charger technology) કરીને ઓછા સમયમાં બેટરી ચાર્જ કરીને તેને ઉપયોગમાં લઈ શકાય તેવુ ચાર્જર તૈયાર કર્યું છે.
આ પણ વાંચો- ભાવનગરનાં લેક્ચરરે યોગ પર કર્યું રિસર્ચ, યોગ દિવસ પછી 45 ટકા લોકો યોગ અંગે જાગૃત થયા હોવાનું આવ્યું સામે
એફોર્ડેબલ ચાર્જરની જરૂર પડશે
આ અંગે વિદ્યાર્થી તોતન દાસે જણાવ્યું હતું કે, અમે બધા પાવર ઈલેક્ટ્રોનિક એન્જિનિયર છે. અમે બધા મળીને ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle charging station) પર રિસર્ચ કરી રહ્યા છીએ. તે રિન્યુએબલ એનર્જી ઉપર આધારિત છે. સામાન્ય રીતે ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle charging station) કે, જે હોમમેડ હોય છે. તે 5થી 6 કલાક લે છે. અમે તેની ટેક્નોલોજીમાં રિસર્ચ કરીને ટાઈમ 30 મિનિટ થાય તેવા ચાર્જર બનાવી રહ્યા છીએ. દિલ્હીમાં હાલ પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેને જોતા ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહન જ આવશે. આથી તેમને સસ્ટેઈન કરવા એફોર્ડેબલ ચાર્જરની જરૂર પડશે અને તે ભારતમાં જ બની શકે તે માટે અમને વિચાર આવ્યો હતો.
હોમ બેઈઝ ચાર્જર 20 કિલો વોટ ક્ષમતાનું છે
આ વિદ્યાર્થીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છીએ અને પાવર સ્ટેશન કઈ રીતે બને છે. તે અંગેની માહિતી છે, જેનાથી ભવિષ્યમાં ઈ.વી. ઉદ્યોગને અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે પણ ફાયદો થાય. અમે 3 તબક્કામાં ચાર્જર બનાવ્યા છે. હોમ બેઝ ચાર્જર 20 કિલોવોટ ક્ષમતાનું છે. સિંગલ ફેઝમાં તેને ઈન્સ્ટોલ કરીને વાહન ચાર્જ કરી શકાશે અને જેઓ ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle charging station) લગાવવા માગે છે. તેઓ માટે પણ 100 કિલોવોટ ક્ષમતાનું ચાર્જર તૈયાર કર્યું છે.