સુરત: મેડિકલના ભણતર માટે યુક્રેન (medical study in Ukraine) ગયેલા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં યુદ્ધ (Russia Ukraine War 2022)ની પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થી (Gujarati Students In Ukraine)ઓ સાથે વિડીયો કોલથી વાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ (Russia Ukraine Crisis)ની પરિસ્થિતિના કારણે સુરતથી અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ (Surat Students In Ukraine) ત્યાં ફસાઈ ગયા છે.
વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાના પ્રયત્નો ચાલું
પોતાના બાળકોની સુરક્ષા માટે વાલીઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સી.આર. પાટીલે યુક્રેનમાં ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલથી પણ વાતચીત કરી હતી અને વાલીઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, બાળકોને ઝડપથી પરત લાવવા માટેનો પ્રયાસ ચાલું છે.
યુક્રેનમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં
મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયેલા સુરતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં યુદ્ધની પરિસ્થિતિ (Ukraine Russia Conflict)માં ફસાયા છે. આ કારણે તેમના વાલીઓ પણ ચિંતાતુર થયા છે. દેશના અને રાજ્યના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત આવવા માટે મદદ મળે તેની રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat Control Room: યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કન્ટ્રોલ રૂમમાં અત્યાર સુધી 78 ફોન આવ્યા
PM મોદી પુતિનના સંપર્કમાં
ત્યારે સી.આર.પાટીલે વિડીયો કોલ પર (patil talks with students) યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, હાલ યુક્રેનમાં તણાવયુક્ત સ્થિતિ છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવામાં આવી રહ્યા છે. ફસાયેલા બાળકો સુરક્ષિત પરત આવે એ માટે PM પુતિનના સંપર્કમાં છે.