ETV Bharat / city

Surat Students becomes CA: સુરતમાં કેવી કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી વિદ્યાર્થીઓ બન્યા CA, જુઓ - સુરતના વિદ્યાર્થીઓ સીએની પરીક્ષાની તૈયારી

સુરતમાં વિકટ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી વિદ્યાર્થીઓએ CAની ફાઈનલ પરીક્ષા પાસ કરી એક ઉત્તમ ઉદાહરણ (Surat Students becomes CA) પૂરું પાડ્યું છે. CA ફાઈનલ્સની પરીક્ષામાં પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ પર તો પિતાની છત્રછાયા ન હોવા છતાં તેમણે સારું પરિણામ મેળવ્યું છે.

Surat Students becomes CA: સુરતમાં કેવી કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી વિદ્યાર્થીઓ બન્યા CA, જુઓ

author img

By

Published : Feb 19, 2022, 12:26 PM IST

સુરતઃ તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ (Surat Students becomes CA) જાહેર થયું હતું, જેમાં સુરતના પણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા સારા ક્રમાંક સાથે પાસ કરી CA બન્યા (Surat Students becomes CA) છે. CA બનનારા વિદ્યાર્થીઓએ ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરી કામ કરનારાનો દિકરો અને સરકારી શાળાની પિતાવિહોણી દીકરીએ બાજી મારી છે.

ટેક્સટાઈલમાં મજૂરી કામ કરનારાનો પુત્ર બન્યો CA

CA ફાઈનલ પરિણામમાં ટેક્સટાઈલમાં મજૂરી કામ કરનારાના પુત્ર જિગર જાધવ બાજી મારીને CA બન્યો (Surat Students becomes CA) છે. આ અંગે જિગરે જણાવ્યું હતું કે, તેના પિતાની આવક માત્ર 10,000 રૂપિયા છે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહતી તેમ છતાં તેણે મહેનત કરી પરીક્ષા સારી રીતે પાસ કરી છે. સાથે જ તેની માતાએ પણ તેને ઘણી મદદ કરી હતી. આવી સ્થિતિની વચ્ચે જિગર જાદવે CAની પરીક્ષા પાસ કરી છે. કોચિંગ કરવા માટે તેની પાસે ફી ચૂકવવા પૈસા પણ નહતા.

આ પણ વાંચો- સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર

બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનારી વિદ્યાર્થિનીએ પાસ કરી CAની પરીક્ષા

બીજી તરફ પિતાવિહોણી સરકારી શાળામાં ભણનારી વિદ્યાર્થિની ઉર્વશી પંડ્યાએ CA ફાઈનલ્સની પરીક્ષા પાસ (Surat Students becomes CA) કરી છે. જ્યારે તે ધોરણ 6માં હતી, ત્યારે બ્રેઈન હેમરેજના કારણે પિતાનું નિધન થયું હતું. દાહોદ જિલ્લાના એક નાના ગામમાં રહેનાર ઉર્વશી ભરણપોષણ માટે માતા અને પરિવાર સાથે સુરત આવી ગઈ હતી. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. ક્યારેક સંબંધીઓ મદદ કરી દેતા હતા અથવા તો દાદા મદદ કરતા હતા. માતા ટિફિન સેવા શરૂ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આવી સ્થિતિમાં તે CA બની એક ઉત્તમ ઉદાહરણ (Surat Students becomes CA) પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો- CA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

CAનું શિક્ષણ એક પણ રૂપિયાની ફી લીધા વગર આપી રહ્યા છે

ટેલેન્ટ હોવા છતાં આર્થિક રીતે પછાત આવા વિદ્યાર્થીઓને સુરતના CA રવિ છાવછરિયા નિ:શુલ્ક CAની તૈયારી (Students of Surat prepare for CA exam) કરાવે છે. સુરતના રવિ છાવછરિયા વર્ષ 2017થી ગરીબ અને માતાપિતા વગરના બાળકોને CAનું શિક્ષણ એક પણ રૂપિયાની ફી લીધા વગર આપી રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ તેમણે સીએ સ્ટાર (CA Star Project) રાખ્યું છે . એક વિદ્યાર્થીને CA બનવા માટે ઓછામાં ઓછો 4 વર્ષ જેટલો સમય લાગે છે. વર્ષ 2017માં આ પ્રોજેક્ટ હેઠળ જોડાયેલા 40માંથી 18 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી છે.

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તક

સુરતના ઘોડદોડ રોડ પર CA રવિ છાવછરિયા પોતાની ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં CA થવાની ઈચ્છા સાથે અનેક વિદ્યાર્થીઓ એડમિશન લે છે. અમે સ્કૂટની કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તક આપીએ છીએ. 4 વર્ષ પહેલા આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ CA સ્ટાર પ્રોજેકટ (CA Star Project) હેઠળ પ્રથમ બેચના 18 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં કોઈ રિક્ષાચાલકનો પુત્ર, મજૂરનો પુત્ર અને જરૂરિયાતમંદ વ્યક્તિના પુત્ર શામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.