- CA ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર થયું
- અભિષેક સતાણી 800માંથી 547 માર્ક્સ લાવ્યો
- CA ઇન્ટર મીડિયેટમાં અભિષેક સતાણી ટોપ 50માં સ્થાને
સુરત : CA ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર થતાંજ સુરતનો અભિષેક સતાણી આખા દેશમાં 800માંથી 547 માર્ક્સ લાવી આખા દેશમાં ટોપ 50માં સ્થાન મેળવીને પોતાનું નામ રોશન કર્યું છે. તે સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે. જાન્યુઆરી મહિનામાં લેવામાં આવેલી CA ઇન્ટર મીડિયેટની પરીક્ષામાં સુરતનો અભિષેક સતાણી આખા દેશમાં 47માં ક્રમે આવી સુરતમાં 1 ક્રમે આવ્યો છે. આ સાથે જ દેશમાં ટોપ 50માં સ્થાન પણ મેળવ્યું છે.
![સુરતનો વિદ્યાર્થી CA ઇન્ટર મીડિયેટમં 47માં ક્રમે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-ca-result-gj10058_27032021183329_2703f_1616850209_287.jpg)
આ પણ વાંચો : વડોદરામાં દિવ્યાંગ દર્પણ ઇનાનીએ CAની પરીક્ષા પાસ કરી
કોરોના કારણે પરીક્ષા મોડી લેવામાં આવી
દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તો આખા દેશમાં સ્કૂલ-કોલેજોમાં ઑફલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈને ક્લાસ ચાલી રહ્યા છે અને ઘણી બધી પરીક્ષાઓ હાલ કોરોના કારણે મોફુક પણ રાખવામાં આવેલી છે. કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળે તો ત્યાં તરત પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ વખતે કોરોના કારણે CA ઇન્ટર મીડિયેટની પરીક્ષા પણ મોડી લેવામાં આવી હતી. મહત્વની વાત એ છેકે, સુરતના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ભરી પણ પ્રથમ ક્રમે આવી રહ્યા છે.
![સુરતનો વિદ્યાર્થી CA ઇન્ટર મીડિયેટમં 47માં ક્રમે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-ca-result-gj10058_27032021183329_2703f_1616850209_712.jpg)
આ પણ વાંચો : 2682 વિદ્યાર્થીઓ CA ફાઇનલ ક્લિયર કરવામાં સફળ
દેશમાં CA ઇન્ટર મીડિયેટનું પરિણામ 10% આવ્યું
કોરોના મહામારી ચાલી રહી છે પણ પરીક્ષામાં પેપર ઘણા અઘરા પૂછવામાં આવ્યા હતા. જેને પગલે આખા દેશમાં પરિણામ 10% જેટલું જ છે. દર વખતે જોવા જઇયે તો CA ઇન્ટર મીડિયેટનું પરિણામ 15થી 17 % જેટલું આવે છે. કોરોના સમયમાં લેવામાં આવેલી આ પરીક્ષામાં ખુબ જ અઘરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સુરત જ નહિ પરંતુ બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી પરીક્ષાઓ આપીને સફળતા મેળવી છે. અમારા ત્યાંના અભિષેક સતાણીએ આખા દેશમાં 47માં ક્રમે આવીને દેશમાં ટોપ 50માં નામ મેળવ્યું છે.