સુરતઃ શહેરના ડુમસ રોડ પર આવેલ 10 સ્પા પર પોલીસે દરોડા પાડ્યા હતા. ડુમસના રાહુલ રાજ મોલમાં ચાલતા મોટા પ્રમાણમાં સ્પામાં પોલીસે દરોડા પાડી 18 યુવતીની અટકાયત કરી હતી. તમામ યુવતીને પોલીસ સ્ટેશનલ લાવી તપાસ કરવામાં આવી રહી છે. બુધવારના રોજ પોલીસે 18 યુવતીઓ અને સ્પામાં કામ કરતા કર્મચારી પોલીસે અટકાયત કરી છે.
મહત્વનું છે કે, બે મહિના પહેલા પણ પોલીસના દરોડામાં 15 જેટલી યુવતી ટુરિઝમ વિઝા પર આવી આ કામ કરતી પકડાઈ હતી.