- સુરતમાં રસ્તાઓની હાલત ખસ્તા
- ડામરના રોડ નહી હવે સીસીના રોડ બનાવવામાં આવશે
- રસ્તા બનાવવાનો ખર્ચ પાલિકા ભોગવશે
સુરત : શહેરની સોસાયટીઓમાં અત્યાર સુધી ડામરના રસ્તાઓ બન્યા હતા જે દર ચાર - પાંચ વર્ષે તૂટી જવા, ધોવાઈ જવાના કારણે કાર્પેટ, રિકાર્પેટ કરવાની જરૂર પડતી હતી. દર વખતે રસ્તાની ઊંચાઈ વધી જતા કેટલાક સ્થળે લોકોના ઘર નીચા થઇ જતા એકાદ બે પગથિયાં ઊતરીને ઘરમાં જવાની નોબત પણ આવી છે. કેટલાક ઠેકાણે રસ્તા સમતળ કરવા ખોદાણ કરવું પડે છે.. દર ચાર થી પાંચ વર્ષે લોકોને પડતી અગવડ અને મનપાને થતા ખર્ચમાંથી બચાવવા મનવા હવે દરેક સોસાયટીમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવશે જેથી વીસ-પચીસ વર્ષ સુધી રસ્તાઓ તૂટે નહીં.
રોડ બનાવવાનો ખર્ચ માલિકા ઉઠાવશે
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણય કરાયો હતો કે અગાઉ સીસી રોડ બનાવવા માટે 20 ટકા લોક ફાળા તરીકે સોસાયટી આપવાના રહેતા હતા. જેથી અગાઉના વર્ષ 2016ના તળાવમાં સુધારો કરી ડામર અને સી.સી.રોડ બંને માટે એકસરખી નીતિ બનાવી છે. હવે લોકોને ડામર ની જેમ જ સી.સી.રોડ માટે કોઇ ચાર્જ નહીં આપવો પડે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 70 ટકા અને 10 ટકા ચૂંટાયેલી પાંખની ગ્રાન્ડ અને 20 ટકા રકમ મનપા ભોગવ છે. આ માટે સોસાયટી 500 રૂપિયા ફી સાથે ફોર્મ ભરવાનું રહેશે જેના આધારે મનપા જે તે રસ્તા માટે સરકાર પાસેથી 70 ટકા ગ્રાન્ટ મેળવશે તેઓએ ઉમેર્યું હતું કે પ્રથમ વાર જે સોસાયટી રસ્તો બનાવવા ઇચ્છતી હોય અને ડામરના રસ્તાની જેમ સી.સી.રોડ માટે પણ પાંચ હજારની રકમ સાથે અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : વડોદરામાં ડ્રેનેજની કામગીરીથી ગેસ લિકેજ થતાં મોટી દુર્ઘટના ટળી
સીસી રોડ ડામરના રોડ કરતા મોંઘા
ડામર કરતા સીસી રોડ મોંઘા પડે છે એવી અધિકારીઓની દલીલ સામે સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે હાલ ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે અને ડામર પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાથી એના ભાવ કેટલા વધુ છે કે એના કરતાં સિમેન્ટ સસ્તી પડે છે દર પાંચ વર્ષે થતા ખર્ચને મન પર થતા લોકો બંનેને થતી હેરાનગતિનો કાયમી ઉકેલ મળતો હોય તો એક વાર નો ખર્ચ શું ખોટો ? આ અંગે પરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલ સીસી રોડનું આયુષ્ય ડામરના રસ્તા કરતા વધુ હોય છે અને રીપેરીંગ ખર્ચે નજીવો હોય છે હવેથી સોસાયટીઓના રસ્તાના કાર્પેટ અને રી કાર્પેટિંગ ખર્ચ નજીવો હોય છે હવેથી સોસાયટીના રસ્તા કાર્પેટ - રી કાર્પેટની જરૂર જણાય તો સરકારની જનભાગીદારી યોજના અન્વયે આવવા ફરી બનાવવા જોગ તમામ રસ્તા સી.સી રોડ કરી દેવાશે.
આ પણ વાંચો : આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓથી લોકો પરેશાન