સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપરાધિક ઘટનાઓ વધી(Surat Robbery Case) ગઈ છે. હવે સુરતના ઉધના વિસ્તારમાં(Udhana area in Surat) 28 લાખની લૂંટ માત્ર પાંચ સેકન્ડમાં કરી છે. ધોળા દિવસે મની ટ્રાન્સફરના વૃદ્ધ કર્મચારીને લૂંટીને ત્રણ શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. જેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા
સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરી - સુરતના ઉધના વિસ્તારમાં મની ટ્રાન્સફરના કર્મચારીને બાઈક પર આવેલા ત્રણ શખ્સો લૂંટીને ફરાર થઈ ગયા હતા. માત્ર પાંચ સેકન્ડમાં 28 લાખની લૂંટ ધોળા દિવસે થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચના(Surat Crime Branch) ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેથી વધુ તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કોડની મદદથી આરોપીઓને(Dog scout find the culprits) શોધવાની તજવીજ હાથ ધરાઈ છે, એટલું જ નહીં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગૃહ રાજ્યપ્રધાનની મુલાકાત પછી આ જિલ્લામાં થયું એવું કે પોલીસ થઈ દોડતી
28 લાખ રૂપિયા હતા - સુરત પોલીસના ડીસીપી(DCP of Surat Police) સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, સુરતના સંગ્રામપુરામાં આવેલી સાયન્સ સીટી(Science City in Sangrampura Surat) અને સાંઈ સમર્થ મની કલેક્શન(Sai Samarth Money Collection) અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોકસી કરે છે. જગદીશ ચોક્સી ઓફિસથી નીકળી સચિન સહિત અન્ય વિસ્તારોમાં પોતાના ડીલરોને મળવા જવાના હતા અને ત્યાંથી કલેક્શન કરી ઘર તરફ વળી રહ્યા હતા. સમગ્ર ઘટના બની હતી તેઓ બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી. તે દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારો આવીને બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. યાદીએ જણાવ્યું હતું કે બેગમાં 28 લાખ રૂપિયા હતા.