ETV Bharat / city

દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ

કોરોના મહામારી વચ્ચે છેલ્લા એક વર્ષમાં આજે ગુરુવારના રોજ પ્રથમવાર સુરત શહેરમાં 300થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને સિટી બસના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત શહેરના તમામ ગેમ ઝોન અને જીમ બંધ રાખવાનો આદેશ કરાયો છે.

સુરત
સુરત
author img

By

Published : Mar 18, 2021, 1:16 PM IST

Updated : Mar 18, 2021, 6:00 PM IST

  • સુરતે તોડ્યો કોરોના પોઝિટીવ કેસનો રેકોર્ડ
  • એક જ દિવસમાં 300 પોઝિટીવ કેસ
  • સુરતમાં રોજ કરાય છે 15,000થી વધુ ટેસ્ટ

સુરત: શહેરમાં એક જ દિવસમાં 315 અને જિલ્લામાં 38 કેસ મળી કુલ 353 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલી ડિંડોલી વિસ્તારની 50 વર્ષીય મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. સુરતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક 1,141 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ કોરોનાની સારવાર લઈને સુરત શહેર અને જિલ્લાના 210 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. ચેપી વાયરસ કોરોનાએ સુરત શહેરમાં રેકોર્ડ તોડ્યો છે.

તમામ જાહેર સ્થળો આગામી આદેશ સુધી રહેશે બંધ

18મી માર્ચ 2021ના ગુરુવારની સવારથી તમામ અને સિટી બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી અન્ય આદેશ આપવામાં ન આવે એક પણ રૂટ પર BRTS અને સીટી બસ દોડાવવામાં આવશે નહીં. આ ઉપરાંત, ગુરુવારથી શહેરમાં તમામ ગેમ ઝોન, જીમ, સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્લબ તેમજ હોટલના બેન્કવેટ હોલ બંધ રહેશે. તો બીજી તરફ થિયેટર સિનેમાઘરો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 6 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત મનપા દ્વારા ટેસ્ટીંગ કામગીરીમાં વધારો કરાયો

રોજ 15,000થી વધુ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે

છેલ્લા પાંચ દિવસમાં જ કરોનાના નવા એક હજારથી વધુ કેસ નોંધાયા છે, જો સ્થિતિ પર કાબૂ લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં હજુ પણ મુશ્કેલી ભરી સ્થિતી સર્જાવાની ભીતિ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેર સહિત રાજ્યના ચાર શહેરોમાં વરિષ્ઠ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં સુરત શહેરમાં GIDCના ચેરમેનને નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાની સ્થિતિને લઇ આરોગ્ય અધિકારી પ્રદીપ પૂરીકરે જણાવ્યું હતું કે, રોજે 15,000થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ખાસ કરીને ટોલનાકા એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.

હાલ 66 દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરાયા

સુરતમાં સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહેતા વિક્રમી ઉછાળો નોંધાયો હતો, જ્યારે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં હાલ 66 દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરાયા છે. જે પૈકી 36 દર્દીઓ ગંભીર છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટીલેટર પર, પાંચ દર્દી બાયપેપ અને 16 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 5 દર્દીઓ બાયપેપ પર અને 9 દર્દી ઓક્સિજન પર છે.

કોમર્શિયલ કોમ્પ્લેકસમાં દુકાનદારોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

અઠવા ઝોન રેડ ઝોન તરીકે જાહેર કરાયું છે. કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે. કોમર્શિયલ કોમ્પ્લેકસમાં દુકાનદારોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિકા કમિશનર દ્વારા અઠવા ઝોનના તમામ દુકાનદારોનું ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે. દુકાનદારો અને ઓફિસરો પણ તંત્રને સાથ આપી ટેસ્ટિંગ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરત જિલ્લામાં કોરોના બેકાબુ, આજે રેકોર્ડબ્રેક 96 કેસ નોંધાયા, કુલઆંક 1057 થયો

Last Updated : Mar 18, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.