સુરત : કાપોદ્રા પોલીસ મથકમાં (Surat Kapodara Police)ફરજ બજાવતા ડ્રાઈવર અને ઓપરેટર દ્વારા લકઝરી બસના ડ્રાઈવરને બોગસ રસીદ (Bogus receipt given by lokrakshak )આપી 1 હજાર રૂપિયા પડાવી (Surat Policeman's malpractice )લેવામાં આવ્યા હતાં. જો કે આ સમગ્ર મામલો બહાર આવતા સુરત ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. જયારે ડીસીબી પોલીસે બંને આરોપીની ધરપકડ (Surat Policeman Arrested )પણ કરી છે.
રસીદને લઇને પડાવી લીધાં રુપિયા - સુરતમાં વરાછા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા બાદ હવે કાપોદ્રા પોલીસ મથકના બે કર્મીઓ બોગસ રસીદ બનાવી રૂપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું છે. ઘટના કઈક એમ છે કે શહેર ટ્રાફિક શાખા સર્કલ 1 રીજીયન 1માં લોકરક્ષક કનુભાઈ દિનેશભાઈ ભાટી પેટ્રોલીગ તથા ઇનફોર્સમેન્ટ તરીકે કામ કરે છે. ગતરોજ તેઓ રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતાં તે વેળાએ સીમાડા ચેક પોસ્ટ પાસે એક લકઝરી બસને રોકી હતી. જાહેરનામાં બાબતે નો એન્ટ્રીનો સમય હોવા છતાં સિટીમાં આવવા બાબતે કારણ પૂછતા જ બસ ક્લીનર દ્વારા થોડા સમય પહેલા જ દંડ ભર્યાની રસીદ બતાવી હતી. તેઓએ રસીદ જોતા રસીદમાં સુરત પોલીસ કમિશનરનો સિક્કો ન હતો. જેથી તેઓને આ રસીદ બાબતે શંકા (Bogus receipt given by lokrakshak )ગઇ હતી. તેઓની સાથે ફરજ બજાવી રહેલા એએસઆઈને જાણ કર્યા બાદ પોલીસ મથક અને ટ્રાફિક શાખામાં તપાસ કરી હતી પરંતુ ક્યાંયથી પણ આ રસીદ આપવામાં ન આવી હોવાનું (Surat Policeman's malpractice ) બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરત કોર્ટે કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કર્યો આદેશ
લોકરક્ષકનું કરતૂત- જેથી તેઓએ બસ ક્લીનરને પૂછતા બસ કલીનરે આ રસીદ હીરાબાગ બ્રિજ ઉતરતી વેળાએ પીસીઆર ગાડી ઉભી હતી તેઓએ આ રસીદ આપી હોવાનું જણાવ્યું હતું. જેથી આ રસીદ બાબતે કાપોદ્રા પોલીસ મથકમાં તપાસ કરાઈ હતી. પરંતુ ત્યાંથી પણ આ રસીદ ઈશ્યુ કરાઈ ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઉપલા અધિકારીઓના ધ્યાનમાં આ મામલો આવ્યો હતો. ઉપલા અધિકારીઓએ તપાસ કરતા કાપોદ્રા પોલીસ મથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા લોકરક્ષક પ્રતાપભાઇ લખુભાઇ અને ઓપરેટર લોકરક્ષક રમીજ અનવરભાઇએ એકબીજાના મેળાપીપળામાં આ બોગસ રસીદ (Bogus receipt given by lokrakshak ) બનાવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી બંને કર્મચારીઓ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો (Surat Policeman's malpractice ) નોંધાયો હતો.
આ પણ વાંચોઃ સુરતના કાપોદ્રા વિસ્તારમાં 4 સાગરિતો સાથે અકસ્માત કરી ASI ફરાર, કારમાંથી મળી દારૂની 12 બોટલ
તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી - ડીસીપી સજ્જનસિહ પરમારે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંને કર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે. આ ઉપરાંત બંનેના કર્મચારીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી પણ આ બોગસ રસીદની બુકો પણ કબજે કરવામાં આવી હતી. બંને કર્મચારીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી આવી રીતે બોગસ રસીદો (Bogus receipt given by lokrakshak ) થકી રૂપિયા ઉઘરાવતા હોવાની કબૂલાત (Surat Policeman's malpractice ) કરી છે.