ETV Bharat / city

ડૉકટરના પ્રિક્રિપશન વગર મેડિકલ સ્ટોર પર માદક સિરપ અને ટેબ્લેટનું વેચાણ, સુરત પોલીસે કર્યો પર્દાફાશ - doctor's prescription

મેડિકલ સ્ટોર પર માદક સિરપ અને ટેબ્લેટનું ડૉકટરના પ્રિક્રિપશન વગર વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જેથી સુરતમાં SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી હતી. જેમાં મેડિકલ સ્ટોરના માલિકે નશાયુક્ત સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત પોલીસ
સુરત પોલીસ
author img

By

Published : Feb 5, 2021, 10:40 PM IST

  • સુરતમાં ડૉકટરના પ્રિક્રિપશન વગર માદક સિરપ અને ટેબ્લેટનું વેચાણ
  • મેડિકલ સ્ટોરના માલિકની ધરપકડ કરવામાં આવી
  • 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

સુરત : મેડિકલ સ્ટોર પર માદક સિરપ અને ટેબ્લેટનું ડૉકટરના પ્રિક્રિપશન વગર વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી સુરતમાં SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક મોકલી તપાસ કરી હતી. જેમાં મેડિકલ સ્ટોરના માલિકે નશાયુક્ત સિરપ અને ટેબ્લેટ આપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાંથી કુલ 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગુનેગારની પૂછપરછ દરમિયાન સુરત પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે, આવા ગુનેગારો નશાની હાલતમાં ગુનાને અંજામ આપી રહ્યા હતા. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં આવા ગુનેગારો મેડિકલ સ્ટોર પરથી નશાયુક્ત દવા અને સિરપના આધારે નશો કરતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે SOG પોલીસે સુરત શહેરમાં તપાસ શરૂ કરી હતી.

મેડિકલ સ્ટોરના માલિકે નશાયુક્ત સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતા તેની ધરપકડ કરવામાં આવી

પોલીસે મેડિકલ સ્ટોર સીલ કર્યું

SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ડૉકટરના પ્રિક્રિપશન વગર માદક દવા આપતા મેડિકલ પર તપાસ શરૂ કરી હતી. જેમાં સલાબતપુરા વિસ્તારમાં આવેલા દારૂવાલા મેડિકલમાં આવી રીતે નશાયુક્ત ટેબ્લેટ અને સિરપ આપવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આ કારોબાર ઝડપી લીધો હતો. પોલીસે મેડિકલ સ્ટોરમાંથી 4,634 ટેબ્લેટ અને 296 નંગ સિરપની બોટલ મળી એમ કુલ મળીને 51 હજારની મત્તા કબ્જે કરી હતી. આ સાથે મેડિકલ સ્ટોર સંચાલક યશ અતુલ દારૂવાલાની ધરપકડ કરવાામાં આવી હતી. પોલીસે મેડિકલ સ્ટોર સીલ કર્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. જેમાં બેદરકારી દાખવવા બદલ મેડિકલ સ્ટોરનું લાયસન્સ સ્પસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આગામી દિવસોમાં તમામ મેડિકલ સ્ટોરમાં તપાસ કરાશે

સુરત પોલીસ કમિશનર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નારકોટિક્સ બ્યુરોને સાથે રાખી આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. તેમજ આ દવા વિતરકથી લઈને રિટેલર સુધી કેવી રીતે પહોંચે છે, તેની પણ તપાસ કરવામાં આવશે. નશાયુક્ત દવા અને સિરપના આધારે નશો કરતા હોવાનું બહાર આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.