સુરત: ગ્રીષ્માં વેકરિયાની (Surat Pasodra Grisma Murder Case) જાહેરમાં થયેલી ઘાતકી હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. સુરત પોલીસ હવે એક્શન મૂડમાં (Surat police now in action mood) જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારા આજથી સાંજના 6 થી આઠ વાગ્યા દરમિયાન ફૂટ પેટ્રોલિંગ (Surat CP Ajay Tomar Foot Patrolling) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફુટ પેટ્રોલીંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાં ધમધમી રહેલા કપલ બોક્સ બંધ કરવામાં આવ્યા છે.
પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું
છેલ્લા બે સપ્તાહ દરમિયાન સુરત શહેરમાં હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ચેઇન સ્નેચિગ, ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ગ્રીષ્મા વેકરિયાની (Surat Pasodra Grisma Murder Case) જાહેરમાં થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો રાજ્યમાં પડ્યા છે. ગુનાખોરીનું પ્રમાણ વધતાં સુરત પોલીસ હવે એક્શન મોડમાં (Surat police now in action mood) આવી છે. સુરત પોલીસ દ્વારા હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફુટ પેટ્રોલીંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. તેમજ અલગ અલગ ટીમ બનાવીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવશે.
ફુટ પેટ્રોલીંગમાં એડિશનલ CP, DCB,ACP સ્થાનિક PI અને પોલીસ કાફલો જોડાયો
સુરત પોલીસ દ્વારા હવે નંબર પ્લેટ વગરની વાહનો તેમજ શંકાસ્પદ જણાતા લોકોના બેગ પણ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત 8 વાગ્યા બાદ પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. વધુમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા તેમજ રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે. આ ફુટ પેટ્રોલીંગમાં એડિશનલ CP, DCB,ACP તેમજ સ્થાનિક PI અને પોલીસ કાફલો જોડાયો છે.
આ પણ વાંચો: AAP Demands to Surat Police : ગ્રીષ્મા હત્યા કેસ મામલે પોલીસ કમિશનરને કઇ કરાઇ રજૂઆત જાણો તે અંગે...
પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ જોડાયા
આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજથી શરૂ કરાયેલા આ ફૂટ પેટ્રોલિંગમાં ખુદ પોલીસ કમિશનર અજયકુમાર તોમર (Surat CP Ajay Tomar Foot Patrolling) પણ જોડાયા હતા અને તેઓએ પણ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. શહેરીજનો સાથે ચર્ચાઓ કરી હતી તેમજ તમામ PIને યોગ્ય કામગીરી કરવા સુચના આપી હતી.
તમામ કપલ બોક્સ કરવામાં આવ્યા બંધ
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સાંજના 6થી 8 વાગ્યા સુધી લોકોની અવર-જવર વધુ હોય છે. માર્કેટમાં પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન અસામાજિક તત્વોને કોઈપણ તક ન મળે અને રોમિયોગીરી ન થાય અને લોકો નિરાંતે પોતાનું કામકાજ કરી શકે તે માટે આ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફુટ પેટ્રોલીંગ બાદ પણ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: Hijab Row in Surat : હિજાબ રેલી રદ થઈ હોવા છતાં રેલી કાઢવા માટે આવેલી 6 મુસ્લિમ મહિલાઓની કરાઇ અટકાયત
રોમિયોગીરી કરતા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બહાર રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી (Surat police now in action mood) કરવામાં આવી રહી છે. જાહેરનામા મુજબ સ્કૂલ,કોલેજ, ટ્યુશન બહાર કોઈ વ્યક્તિને કારણ વગર ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ ઊભો હશે તો પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. વ્યાજબી કારણ વગર સ્કૂલ, કોલેજ કે ટ્યુશન ક્લાસીસ બહાર અસામાજિક તત્વો હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે. વધુમાં સુરત શહેરમાં ચાલી રહેલા કપલ બોક્સને લઈને પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આવા તમામ કપલ બોક્સ બંધ કરાવવામાં આવ્યા છે.