- સુરતના આઈસોલેશન સેન્ટરમાંથી વાજતે-ગાજતે દર્દીઓને આપી રજા
- મોટા ભાગના દર્દી ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રના
- 70 વર્ષીય ધનજી કાકાએ તો સુરતને વૈકુંઠ ગણાવ્યું
સુરત: ઘરમાં મોભીનું સ્થાન સૌથી ઉચ્ચ હોય છે. દરેક પરિવારનો આધાર સ્તંભ ઘરનો મોભી હોય છે અને જ્યારે આ મોભી કોરોનાના મ્હાત આપીને પરત ઘરે આવે તો તેની ખુશી પરીવારજનો કરતા વધારે સારી રીતે કોઈ સમજી શકે નહીં. સુરત ખાતે રહેતા 70 વર્ષના દાદા કોરોનાને મ્હાત આપી સાજા થયા તો તેની ખુશીમાં પરીવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા હતા. ઉતરાંત સાત દર્દીઓને વાજતે ગાજતે ઢોલનગારા અને કરતાલનાં સુરે રજા આપવામા આવી હતી અને તમામ દર્દીઓને હાર પહેરાવવામાં આવ્યા હતા. સાજા થયેલા દર્દીઓમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દર્દીઓ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બેડ અને ઓક્સિજનની અછતના કારણે તેઓ સુરત સારવાર મેળવવા આવ્યા હતા.. સૌરાષ્ટ્રથી સુરત આવી સાજા થયેલા 70 વર્ષીય ધનજી કાકાએ તો સુરતને વૈકુંઠ ગણાવ્યું હતું.
દરેકનાં મોં મીઠા કરી વિદાય લીધી
સાજા થયેલા દર્દીઓમાં 70 વર્ષીય ધનજી ભાઈ ભલાળા, 50 વર્ષીય દીલું ભાઈ ભાટી, 70 વર્ષીય લાભુ બેન સાવલિયા, 60 વર્ષીય મંજુબેન ચૌહાણ, 53 વર્ષીય ગીતાબેન જયાણી, 49 રાજુભાઇ કાથીરિયા અને 45 વર્ષીય જયેશ વાઘસિયા સામેલ છે તમામને રજા આપવા પહેલા કોવિડ આઈસોલેશન સેન્ટરમાં ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ચાર્જ થનાર તમામ લોકો હાથમાં કરતાલ લઈ વગાડતા અને ભજન ગાતા નજરે ચડયા હતા..જેમાં ડિસ્ચાર્જથનાર 70 વર્ષીય દર્દી ધરમશી ભાઈ ભલાળાના પરિવારે બીજા પોઝિટિવ દર્દી, દર્દીના સગા સબંધી અને સ્વયંસેવકો માટે લાડવા બનાવી સેન્ટર પર દરેકનાં મોં મીઠા કરી વિદાય લીધી હતી.
આ પણ વાંચો : હવે આ જ બાકી હતું...મરણના દાખલા મેળવવા માટે પણ લાંબી કતારો..!
183 લોકો સંપુર્ણ સ્વસ્થ થઇને પોતના ઘરે જઇ ચુક્યા છે
સુદામા ચોક ખાતે આવેલ કોમ્યુનીટી હોલમા ચાલતા કોવીડ આઈસોલેશન સેન્ટર ખરેખર નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે ખુબજ આશિર્વાદરૂપ બની રહ્યું છે. સુદામા ગ્રુપ , મોટા વરાછા યુવા બ્રીગેડ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ અને સેવા સંસ્થાના નેજા હેઠળ કાર્ય કરતી બીજી સંસ્થાઓ દ્વારા આયોજીત મોટા વરાછા સુદામા ચોક ખાતે ચાલતું નિઃશુલ્ક કોવીડ આઇસોલેશન સેન્ટર સુરત સહિત ગુજરાતના અન્ય શહેરો અને ગામડાઓ સુધી આવનાર કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી તેમને સાજા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ સેન્ટર પર 223 જેટલા પોઝીટીવ દર્દીઓ આવ્યા છે જેમાથી 183 લોકો સંપુર્ણ સ્વસ્થ થઇને પોતના ઘરે જઇ ચુક્યા છે.