સુરતઃ કહેવત છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવત સાબિત કરી છે સુરતનાં એક પેરા ખેલાડીએ. શહેરની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા, સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં. જોકે, તેનું મનોબળ ભાંગ્યું નહતું અને તેમણે તનતોડ મહેનત (Para player Bhavika Kukadia struggle) કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં (Para Table Tennis National Championship) ગોલ્ડ મેડલ જીતીને (Surat Para player Bhavika Kukadia Gold Medal) આવ્યાં છે.
ભાવિકાની સંઘર્ષ ગાથા - પાલનપુર જકાતનાકા વિસ્તારનાં ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી (Para player Bhavika Kukadia struggle) શકતાં નહતાં. કરોડરજ્જુમાં તકલીફ થવાના કારણે દિવ્યાંગ ભાવિકા 5 વર્ષની વયે પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. તેઓ 8 વર્ષની વયે માંડમાંડ થોડું ચાલીને પોતાના આત્મબળે પોતે ઊભા રહેવા લાગ્યાં હતાં. ત્યારબાદ વોકરથી તેઓ ચાલતાં હતાં. માતાપિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકા બરોબર ચાલી શકે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા.
રાષ્ટ્રીય કક્ષાએ વિજેતના બનનારાં ભાવિકા પહેલાં પેરા ખેલાડી- ભાવિકા કુકડિયાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ ટેલિફોન ઓપરેટરની નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. તે સતત વિચારતાં હતાં કે, મારી પાસેથી ભગવાને કંઈક લીધું છે, પરંતુ તેની સામે કંઈક આપ્યું પણ હશે. તેને મારે શોધવું પડશે અને બાદમાં ફિઝિકલ ચેલેન્જ રમતો જોયા બાદ 2 વર્ષ પહેલા ટેબલ ટેનિસ રમત પસંદ કરી. આ માટે તેણે કમ્પ્યુટર ઓપરેટરની નોકરી પણ છોડી દીધી હતી. જોકે, ભાવિકા સુરતની અને સમગ્ર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ ખેલાડી છે, જે પોતાની કેટેગરી 6માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયાં છે. તેમણે ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપમાં (Para Table Tennis National Championship) ગોલ્ડ મેડલ (Surat Para player Bhavika Kukadia Gold Medal) જીત્યો છે.
હિંમત હાર્યાં વગર નક્કી કરી કારકિર્દી - આ અંગે પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ (Surat Para player Bhavika Kukadia Gold Medal) જણાવ્યું હતું કે, જે લોકો મને રમતા જોતા તેઓ કહેતા કે તારાથી રમી શકાય એમ નથી, પરંતુ મેં હિંમત હાર્યા વગર નિશ્ચય કર્યો કે, મારે મારી કારકિર્દી ટેબલ ટેનિસમાં (Para player Bhavika Kukadia struggle) બનાવવી છે. ત્યારબાદ કોચ નઝમી કિનખાબવાલાનો સંપર્ક કરી તેમની પાસે સ્પેશિયલ ટ્રેનિંગ (Para Player Table Tennis Training) શરૂ કરી હતી.
મારી સફળતામાં પરિવારનો સિંહ ફાળોઃ પેરા ખેલાડી - પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈન્દોર જવાના સમયે મારા આત્મબળને મજબૂત બનાવનારા મારા ભાઈને પેરાલિસીસનો અટેક આવ્યો હતો અને તેને ICUમાં દાખલ કરવો પડ્યો હતો. તે સમયે હું ભાંગી પડી હતી, પરંતુ મારા ભાઈની ઈચ્છા હતી કે, હું સ્પર્ધામાં ભાગ લઉં. એટલે મેં પ્રથમ વખત અન્ય લોકોની જેમ જ સામાન્ય કોચમાં એકલીએ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. હું ત્યાં મારી પ્રથમ મેચ હારી ગઈ હતી. જોકે, મારા માતાપિતા અને ભાઈ-ભાભીની પ્રાર્થના અને મારા સમર્પણને કારણે જીતી શકી છું.
આ પણ વાંચો- National Health First : પેરા એથલિટ્સના હેલ્થ સ્ક્રીનિંગને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન
પિતાએ ફરી કામ શરૂ કર્યું - પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ કહ્યું હતું કે, મારા પિતા જેન્ટ્સ ટેલર છે અને ભાઈ પણ તેમની સાથે જ કામમાં જોડાયો હતો. જોકે, આજે પણ તે ICUમાં છે, પરંતુ તેની હાલત સુધારા ઉપર છે. ખૂબ જ સામાન્ય પરિવારથી આવતા હોવાના કારણે પિતાએ ફરીથી ટેલરિંગનું કામ શરૂ કર્યું છે. આથી પરિવાર આર્થિક રીતે ટકી શકે.
આ પણ વાંચો- Para Swimmer Of Maharashtra: ડિસેબિલિટીને બનાવી એબિલિટી, હવે પાલ્ક સ્ટ્રેઈટ પાર કરી બનાવશે વર્લ્ડ રેકોર્ડ
જોર્ડન અમાન ખાતે યોજાનારી 12મી ઓપન અલ્વાતાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેશે - પેરા ખેલાડી ભાવિકા કુકડિયાના (Surat Para player Bhavika Kukadia Gold Medal) કોચ નઝમીભાઈએ જણાવ્યું હતું કે, ભાવિકા દિવ્યાંગ હોવા છતાં પણ હિંમત હાર્યા વગર મેં કહ્યું એમ રમત રમવાની શરૂઆત (Para Player Table Tennis Training) કરી હતી. કોચિંગ અને ટ્રેનિંગ દરમિયાન ભાવિકા અનેક વખત રડી પડતી હતી, પરંતુ તેને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા હું કહેતો કે, તું જરૂર એક દિવસ ઈન્ડિયામાં ચેમ્પિયન બનીશ અને ગોલ્ડ મેડલ લાવીશ. આ વાત ભાવિકાએ આજે કરી બતાવી છે. એક સામાન્ય પરિવારની મહિલા અને દિવ્યાંગ હોવા છતાં તેણે આ સિદ્ધિ મેળવી છે. હવે તે આગામી 19થી 21 મે દરમિયાન જોર્ડન અમાન ખાતે યોજાનાર 12મી ઓપન અલ્વાતાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં (jordan Open Para Table Tennis Championship) પણ ભાગ લેવા જશે.