- સુરતના પ્રેરણાદાયક વૃદ્ધ કપલ
- ગરીબ બાળકો માટે પોતે જ બનાવે છે ભોજન
- 200 થી વધુ બાળકો માટે બનાવાઈ છે ભોજન
સુરત: 64 વર્ષના દાદા અને 62 વર્ષના દાદી છેલ્લા 134 દિવસથી છ કલાક કિચનમાં વિતાવી રહ્યા છે. આ ઉંમરે બંને મોટા મોટા વાસણો ઉંચકી પૌષ્ટિક આહાર ગરીબ બાળકો માટે બનાવે છે. લોકડાઉનમાં નાના બાળકોને પૌષ્ટીક આહાર આપવાના હેતુથી બંને છેલ્લા ચાર મહિનાથી પોતાના હાથથી બાળકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું બનાવી આપવા માટે એક પણ દિવસ માટે રજા લેતા નથી.
ગરીબ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર પહોંચાડવો
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અતુલ મહેતા અને મીના મહેતા બંને વર્ષોથી સ્લમ વિસ્તારમાં રહેતી દીકરીઓને સેનેટરી પેડ હાઈજીનની શિખામણ આપે હતા. લોકો બંનેને પેડ કપલ તરીકે પણ ઓળખે છે. પરંતુ લોકડાઉનમાં તેઓ આ સેવાકાર્ય કરી શકે એમ નહોતા. તેથી તેઓએ ગરીબ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર આપવાનું નક્કી કર્યુ. બંને છેલ્લા 134 દિવસથી ખડે પગે કિચનમાં ઊભા રહી આટલી ઉંમરે હોવા છતાં પણ ગરીબ બાળકો માટે પૌષ્ટીક આહાર તૈયાર કરે છે. એટલું જ નહીં પોતે ભોજન તૈયાર કર્યા બાદ બાળકો માટે ભોજન પેકિંગ પણ કરી આપે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પૌષ્ટિક આહારના આંકડાઓ જોવા જઈએ. બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેમાં ભારત 94 ક્રમાંકમાં છે. અમે બાળકો માટે કશું કરવા ઇચ્છતા હતા. જેથી અમે આ સેવા શરૂ કરી છે અને અમને ખૂબ જ આનંદ છે કે અમે આ સેવા થકી ગરીબ બાળકોને જમવાનું બનાવી આપી રહ્યા છીએ. વહુ જ્યારથી આવી છે ત્યારથી તે કિચનમાં ગઈ નથી પરંતુ 22 વર્ષ બાદ તેઓ આ બાળકોનેુ જમવાનું બનાવવા માટે રસોડામાં ગયા છે. 200 થી વધુ બાળકો માટે રોજ જમવાનું બનાવવામાં આવે છે. આ સાથે વૃદ્ધાશ્રમના 19 જેટલા સિનિયર સિટીઝનને પણ અમે દત્તક લીધા છે અને રોજ સાંજનું જમવાનું તેમને મોકલવામાં આવે છે અને તેમને જરૂરની વસ્તુઓ પણ અમે અહીંથી પહોંચાડીએ છીએ.
200 થી વધુ બાળકો માટે બનાવાઈ છે ભોજન
આ અંગે અતુલ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ પણ ક્યારેય કિચનમાં પાણી સુદ્ધા લેવા ગયા નથી. પરંતુ ગરીબ બાળકો માટે કશું કરવાની ઈચ્છાના કારણે અત્યારે તેઓ જમવાનું બનાવવાનું શીખી રહ્યા છે. તેઓએ સાથે એ પણ જણાવ્યું કે આટલી ઉંમરે 200 થી વધુ બાળકો માટે તેઓ રોજ જમવાનું બનાવે છે. પૌષ્ટિક આહાર બાળકોને મળી રહે એ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. જમવામાં ચીઝ, ઘી અને જમ્યા બાદ ચીક્કી આપવામાં આવે છે. અમે પેકીંગ પણ કરીએ છે. બહુ બધુ કામ હોય છે પરંતુ બાળકો માટે કંઈક કરવાની તીવ્ર ઈચ્છાને કારણે થાક પણ લાગતો નથી. જેથી વિપરીત શુગર અને બ્લડ પ્રેશરની તકલીફ પણ જાણે ઓછી થઇ ગઇ છે. આ કામથી અમને ખુબ આનંદ મળે છે.