સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના PICUમાં (Surat New Civil Hospital PICU) AC બંધ હોવાથી એક માતાપિતા બાળકને ગરમીથી બચવા ઘરેથી પંખો લાવ્યા હતાં.ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ છે. એમાં આ રીતની ઘટનાઓ (Surat New Civil Hospital Problems) સિવિલ હોસ્પિટલમાં આવી હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી ગણી શકાય છે.
પીઆઇસીયુમાં એ.સી ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું -સિવિલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. જેમાં ગંભીર હાલતના બાળકોને ચાર- ચાર બેડના 2 પીઆઇસીયુમાં (Surat New Civil Hospital PICU) સારવાર આપવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં બાળ દદીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એસી નાંખવામાં આવ્યા હતાં. જેમાં એક પીઆઇસીયુમાં એસી ત્રણ દિવસ પહેલા બંધ (Surat New Civil Hospital Problems) થઈ ગયું હતું. જેના લીધે પીઆઇસીયુમાં સારવાર લેતા દદીની હાલત કફોડી થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Accident in Hazira: સુરત સિવિલ હોસ્પિટલમાં યુવકને યોગ્ય સમયે સારવાર ન મળતા મોત થયાનો પરિવારનો આક્ષેપ
લેખિત ફરિયાદ છતાં ઉકેલ ન થયો - વોર્ડના સ્ટાફે આ અંગે પીઆઇસીયુના (Surat New Civil Hospital PICU) ઈલેક્ટ્રીક વિભાગને જાણ કરી છે. પણ આજ સવાર સુધી બંધ થયેલું એસી ચાલુ ન થતા ફરી વોર્ડના સ્ટાફે લેખિતમાં ફરિયાદ (Surat New Civil Hospital Problems) કરી હતી. બાળકોના વોર્ડમાં 7-8 પંખા પણ ઘણા સમયથી બંધ થઇ ગયા છે. જેથી પંખા રિપેરીંગ કરવા કે નવા નાંખવા અંગે વોર્ડના સ્ટાફે ફરિયાદ કરી હતી.
આ પણ વાંચોઃ Surat Civil Hospital Hostel : સુરત સિવિલ હોસ્પિટલની હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી
બાળકોને ગંભીર હાલતમાં બચાવવા ઘેરથી લાવ્યા પંખા - બીજીતરફ પીઆઇસીયુમાં (Surat New Civil Hospital PICU) એસી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા (Surat New Civil Hospital Problems) નાખી રહ્યા છે. જ્યારે અન્ય દદીના સંબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ન લાગે તે માટે પેપર કે ફાઇલનો વીંઝણો બનાવીને હવા નાંખી રહ્યા છે. અદ્યતન સિવિલની સુવિધાઓના પોકળ દાવાઓ વચ્ચે બાળ દર્દીઓને પડતી હાલાકી સિવિલની સાચી છબી સામે ધરે છે.
શું કહ્યું ઓથોરિટીએ -આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે (Surat new civil hospital superintendent Ganesh Govekar) જણાવ્યું કે અમારી પાસે આની ફરિયાદ (Surat New Civil Hospital Problems) આવી હતી. જ્યાંથી એસી ખરીદવામાં આવ્યું હતું ત્યારથી જ અમે તાત્કાલિક ટેકનિશિયનને પણ બોલાવ્યો હતો. આ વોર્ડમાં ચાર એસી છે એમાંથી બે જ એસી બંધ જ છે. અન્ય વોર્ડમાં ત્રણ જ પંખા બંધ છે બાકીના બધા પંખા ચાલુ જ છે. બાકીના બંધ પંખા પણ આજે ચાલુ થઇ જશે.