સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં થોડા જ દિવસ પેહલા અમરનાથ યાત્રા(Amarnath Tour) પર પ્રવાસીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટની બારીઓ(Fitness certificate windows) ખોલવામાં આવી હતી અને આજે(સેમવારે) અચાનક આ બારીઓ બંધ કરતા લોકોને ભારી હાલકીનો સામનો કરવો પડ્યો હતો. લોકો પોતાના ઓફિસે રજા પાડી ફિટનેસ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા.
ફિટનેસ સર્ટીફીકેટની સેવા ત્રણ દિવસ પેહલા ચાલુ હતી - સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પેહલા ચાલુ કરવામાં આવેલી અમરનાથ યાત્રાનું ફિટનેસ સર્ટીફીકેટ આપવામાં આવતું હતું. પરંતુ આજે અચાનક જ હોસ્પિટલ તંત્ર દ્વારા આ કાર્યવાહી બંધ કરતા લોકોને ખુબ જ હાલકીનો સામનો કરવો પડ્યો હતો. કારણકે આ લોકો પોતાના ઓફિસે રજા પાડી(Office Leave) ફિટનેસ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા. એમાં હોસ્પિટલમાં ફિ્ટેનેસ સર્ટિફિકેટની બારીઓ બંધ(Fitness certificate windows closed ) હોય જેને લઈને ફિટનેસ સર્ટિફિકેટ લેનાર લોકોને ખુબ જ હાલકીનો સામનો કરવો પડ્યો હતો.
લોકો છેક સીમાડાના નાકાથી ફિટનેસ સર્ટિકફિકેટ માટે આવતા હતા - આ બાબતે આ તાશિકબાઈએ જણાવ્યું હતું કે, અમે અહીંયા અમરનાથ પ્રવાસના રજીસ્ટ્રેશન માટે આવ્યા છીએ. અમે શનિવારે પણ અહીં આવ્યા હતા. અમે અને એ પેહલા શુક્રવારે આવ્યા ત્યારે ખુબ જ ભીડ હતી. પરંતુ આજે આવ્યા છીએ તો કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી કે ડોક્ટરોની હડતાળ હોવાથી આ અમરનાથ ફિટનેસ સર્ટિકફિકેટની બારીઓ બંધ કરવામાં આવી છે. અમે છેક સીમાડા નાકાથી આવીયે છીએ. અમે ઓફિસમાં રજા પાડીને આવીયે છીએ. આ કારણોસર અમરનાથ ફિટનેસ સર્ટિકફિકેટની બારીઓ સુધી આવીએ છીએ પણ અમારો સમય વેડફાય છે. જેનાથી અમને વધારે તકલીફો પડે છે.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષાકર્મીઓને કરાયા એલર્ટ
અમુક લોકો કહે છે કે, ચાલુ છે અને અમુલ હડતાળ - જ્યંતીભાઈએ જણાવ્યું હતું કે, અમુક લોકો કહે છે કે, ચાલુ છે અને અમુલ હડતાળ - અહીંયા અમે અમરનાથ યાત્રા માટે સર્ટિફિકેટ લેવા માટે આવ્યા છીએ. પરંતુ આજે(સોમવારે) ડોક્ટરોની હડતાળ હોવાથી અમને સર્ટિફિકેટ મળ્યું નથી. અમે કતારગામથી આવીએ છીએ, ઓફિસે રજા પાડીએ જેથી અમને સર્ટિફિકેટ મળી જાય તો સારું જેથી બીજી રજા પાડવી પડે નહીં. આ ડોક્ટરોની હડતાળ છે એ ક્યાં કારણોસર છે એ અમને ખ્યાલ નથી. એમાં અમુક લોકો કહે છે કે ચાલુ છે. જ્યારે અમુલ કહે છે કે હડતાળ છે. આ ખાતરી કરવા આવી ગયો પણ બારી તો બંધ કરી દેવામાં આવી હતી. જે અમારા જેવા ઓફિસવર્ક્રસ માટે ખૂબ મૂશ્કેલીજનક છે.