સુરતઃ શહેરની ડાયમંડ હોસ્પિટલમાં (Free Treatment of Newborn girls at Diamond Hospital) નવજાત કોરોનાગ્રસ્ત જોડીયા બાળકીઓએ કોરોનાને મ્હાત આપી હોવાની વાત સામે (Surat New Born Baby defeat Corona) આવી છે. આ બાળકીઓએ 28 દિવસની મેરેથોન સારવાર બાદ કોરોનાને હરાવ્યો છે. 1,200 અને 1,400 ગ્રામની આ 2 જોડીયા બાળકીઓને આયુષ્માન ભારત યોજના અંતર્ગત સારવાર (Treatment under Ayushman Bharat Yojana) આપવામાં આવી હતી.
બંને બાળકીઓનો જન્મ અધૂરા મહિને થયો હતો
સુરતના ડાયમંડ વર્કરના ઘરે 3 અધૂરા મહિને બાળકીઓનો જન્મ થયો હતો. બાળકીઓ જન્મતા જ કોરોના સંક્રમિત થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે, તેમની માતા કોરોના સંક્રમિત હોવાથી બંને જોડીયા બાળકીઓ કોરોના (Surat New Born Baby defeat Corona) સંક્રમિત થઈ હતી.
આ પણ વાંચોઃ Good News for Kutch: કચ્છમાં 2 મહિના પછી કોરોનાના કેસ ઘટવાના થયા શરૂ, પોઝિટિવિટી રેટ ઘટીને 4.5 ટકા થયો
ડાયમંડ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર કરાઈ
જોકે, આ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પરિવાર ચિંતામાં હતો. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલમાં 11 જાન્યુઆરી 2022ના દિવસે દાખલ કરવામાં આવી હતી. સાથે જ જોડીયા બાળકીઓને (Surat New Born Baby defeat Corona) અન્ય હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે આયુષ્માન ભારત યોજના (Treatment under Ayushman Bharat Yojana) અંતર્ગત હોસ્પિટલના ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન ડોક્ટર અલ્પેશ સિંઘવી અને ડોક્ટર મિનેશની સારવાર હેઠળ NICU કાચની પેટીમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Corona Case In Banaskantha: ડીસામાં ધોરણ 10 અને 12ના 10 વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ
જરૂરી સઘન સારવાર ચાલુ કરવામાં આવી
આ અંગે હોસ્પિટલના મંત્રી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, બંને બાળકીઓનું વજન 1,200 અને 1,400 ગ્રામ જેટલું ઓછું હતું. તેમ જ અધૂરા મહિને જન્મેલી હોવાથી બાળકીઓના ફેફસાં બહુ જ નબળા હતા અને વધુ તપાસ કરતા બંને બાળકીઓને કોરોના હોવાનું નિદાન થતા હોસ્પિટલમાં C-PAP મશીન દ્વારા અને અન્ય જરૂરી સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. ડાયમંડ હોસ્પિટલમાં કાચની પેટીમાં આયુષ્માન ભારત યોજના (Treatment under Ayushman Bharat Yojana) અંતર્ગત આપવામાં આવી હતી. જો આ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હોત તો સારવારનો ખર્ચ ખૂબ જ મોંઘો સાબિત થયો હોત.