Surat Nature Club Organization એ પક્ષીઓ માટે 2,000 જેટલા કૃત્રિમ માળા કર્યા તૈયાર - Gujarat News
સુરત શહેરના અનેક વૃક્ષો પર પક્ષીઓના માળા પક્ષીઓએ નહીં, પરંતુ નેચર ક્લબ સંસ્થા (Nature Club Organization) દ્વારા કૃત્રિમ માળા તૈયાર કરી મૂકવામાં આવ્યા છે. પક્ષીઓ સહેલાઈથી આ માળાના માધ્યમથી જીવન નિર્વાહ કરી શકે તે માટે સંસ્થા દ્વારા 2,000 જેટલા માળા શહેરના હજારો વૃક્ષો ઉપર લગાડવામાં આવશે. એક મહિનામાં શહેરના બાગ બગીચા સહિત અન્ય વિસ્તારમાં 700 જેટલા કૃત્રિમ માળા (Artificial nest) સંસ્થા દ્વારા લગાડવામાં આવ્યા છે. આ માળાની ખાસિયત છે કે, શહેરના જૂના તેલના પ્લાસ્ટિકના ડબ્બાને રંગરોગાન કરીને માળાની જેમ બનાવવામાં આવ્યા છે.
- નેચર ક્લબ સંસ્થા (Nature Club Organization) દ્વારા Artificial nest તૈયાર કરી મૂકાયા
- જૂના તેલના પ્લાસ્ટિકના ડબ્બાને રંગરોગાન કરીને માળાની જેમ બનાવવામાં આવ્યા
- 2,000 જેટલા માળા શહેરના હજારો વૃક્ષો ઉપર લગાડવામાં આવશે
સુરત : નેચર ક્લબ (Nature Club) દ્વારા શહેરમાંથી જૂના તેલના પ્લાસ્ટિકના ડબ્બાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ તમામ ડબ્બાઓને એકત્ર કરી નેચર ક્લબ સંસ્થા (Nature Club Organization)ના વોલેન્ટિયર (Volunteer) તેને રંગરોગાન કરીને જે તેલના પ્લાસ્ટિકના ડબ્બા ઓ લોકો ખરાબ સમજીને ફેંકી દેતા હતા. આ ડબ્બા અને લીલો રંગ કરીને તેઓ પક્ષીઓ માટે માળા બનાવી રહ્યા છે. નેચર ક્લબ (Nature Club)ના વોલેન્ટિયર (Volunteer) આ ખાસ પક્ષી ઘર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પક્ષીઓને રહેવા માટે માળા તૈયાર કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડતી હતી.
આ પણ વાંચો : પોરબંદરમાં પક્ષીઓના ફોટોગ્રાફનું પ્રદર્શન 'થર્ડ આઈ' ખુલ્લું મુકાયું
150 જેટલા બગીચાઓમાં માળા મૂકવાની પરવાનગી પણ અપાઈ છે
શહેરમાં સહેલાઇથી તેઓ માળા બનાવી શકે એમ નથી. કારણ કે શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી છે. પક્ષીઓ શહેર તરફ આકર્ષિત થાય અને તેમનો કલરવ શહેરીજનોને સાંભળવા મળે આ હેતુથી નેચર ક્લબ (Nature Club)ના વોલેન્ટિયર્સ (Volunteers) દ્વારા આ ખાસ પ્લાસ્ટિકના કૃત્રિમ માળા (Artificial nest) તૈયાર કરવામાં આવી રહ્યા છે. 700 જેટલા આ કૃત્રિમ માળા (Artificial nest) અત્યાર સુધીમાં શહેરના અનેક વૃક્ષો ઉપર લગાવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આધુનિક ભારતના કલા મૂર્ધન્યોમાં વિખ્યાત આંતરરાષ્ટ્રીય ચિત્રકાર રઝાના ચિત્રોનું પોરબંદરમાં પ્રદર્શન યોજાયું
પક્ષીઓને માળા બનાવવામાં કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી નથી
નેચર ક્લબ (Nature Club)ની વોલેન્ટિયર સમસ્તી પટેલે જણાવ્યું હતું કે, નેચર ક્લબ (Nature Club)ના વોલેન્ટિયર (Volunteer) મળીને પક્ષીઓ માટે આ ખાસ પ્લાસ્ટિક કુત્રિમ માળા (Artificial nest) તૈયાર કરી રહ્યા છે. સુરતના બાગ બગીચાઓમાં પણ આ માળા મૂકવામાં આવે આ માટે મનપા ગાર્ડન વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા અમને દોઢસો જેટલા બગીચાઓમાં માળા મૂકવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આ કૃત્રિમ માળા (Artificial nest)ના કારણે પક્ષીઓને માળા બનાવવામાં કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી નથી. તેઓ સહેલાઈથી આ માળામાં રહી શકે છે. જેની સમયમર્યાદા બે વર્ષ સુધીની છે. આવનારા દિવસોમાં અમે આવી જ રીતે બે હજાર જેટલા માળાઓ શહેરમાં લગાવીશું. જેથી પક્ષીઓ તેનો આનંદ લઈ શકે અને શહેરમાં પક્ષીઓની સંખ્યા પણ વધે.