ETV Bharat / city

સૂકો કચરો વેચી કરોડો રૂપિયાની કમાણી કરશે સુરત મનપા - ડ્રાય વેસ્ટનું કરવામાં આવશે વેચાણ

સુરત શહેરમાંથી ભેગા થતા કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરીને તેને એકત્ર કરી તેનું વેચાણ સુરત મહાનગરપાલિકા દ્રારા હવે કરવામાં આવશે. સૂકો કચરો વેચીને સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાની કમાણી કરશે. હાલ જ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાનો દેશમાં બીજો ક્રમ આવ્યો છે. હવે કચરાનો સદુપયોગ કરવા માટે અને કરોડો રૂપિયાની કમાણી કચરાના માધ્યમથી કરવા માટે પાલિકા કટીબદ્ધ થઇ છે.

etv bharat
સૂકો કચરો વેંચી કરોડો રૂપિયા કમાણી કરશે સુરત મનપા
author img

By

Published : Sep 4, 2020, 2:08 PM IST

Updated : Sep 5, 2020, 7:26 PM IST

સુરત: મહાનગર પાલિકા દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી હોય છે. અને શહેરના જુદા જુદા ટ્રાન્સફર સ્ટેશન પર તેને ભેગો કરે છે ત્યાંથી ડિસ્પોઝેબલ સાઇટ પર કચરાને લઈ જવામાં આવે છે. હવે સુરત મહાનગરપાલિકા શહેરમાંથી ઉલેચાતા કચરામાંથી સુકો કચરો અલગ કરીને તેનું વેચાણ કરશે. શહેરભરમાંથી એકત્ર કરવામાં આવેલા કચરાને સુરતના ત્રણ ટ્રાન્સફર સ્ટેશન પર લઈ જઈ ડ્રાય વેસ્ટને મિકેનાઇઝ રીતે અલગ કરી દેવામાં આવશે. જેથી ડિસ્પોઝલ સાઇટ પર કચરો ઓછો પણ થશે. આ પ્રક્રિયાના કારણે સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની કમાણી થશે આવા પ્રકારની કામગીરી ગુજરાતમાં પહેલીવાર સુરત મ્યુનિસિપલ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

સૂકો કચરો વેચી કરોડો રૂપિયાની કમાણી કરશે સુરત મનપા
મિકેનાઇઝ મટીરીયલ રિકવરી ફેસીલીટીના કારણે શહેરભરમાંથી એકત્ર થનાર કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરી દેવામાં આવશે. હાલ આ ફેસીલીટી માત્ર ઈન્દોરમાં છે. જ્યારે ગુજરાતમાં સુવિધા ઊભી કરવામાં સુરત પહેલું શહેર બની રહેશે.આ ફેસિલિટીના કારણે જ્યારે ડ્રાય વેસ્ટને અલગ કરવાથી એટલો ઓછો કચરો ટ્રાન્સફર સ્ટેશન સુધી જશે અને તેનો ટ્રાન્સફરનો ખર્ચ પણ ઓછો થશે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે જે ડ્રાય વેસ્ટ પાલિકાએ ભેગો કર્યો છે. તે વેસ્ટ કોઇ એજન્સીને વેચીને તેમાંથી આવક કરવામાં આવશે. પાલિકાને તેનાથી કરોડો રૂપિયાની આવક થશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગાર્બેજ કલેકશનની કામગીરીમાં પ્લાસ્ટિક, લાકડુ, રમકડા, પુંઠા ટાયર અને કાગળ સહિત અન્ય ડ્રાય વેસ્ટને મિકેનાઇઝ રીતે જ ટ્રાન્સફર સ્ટેશન પર અલગ કરી દેવામાં આવશે અને જુદી જુદી રીતે તેનું વેચાણ કરવામાં આવશે. જેથી પર્યાવરણમાં પણ ફાયદો થશે. કચરો લઈ જવા માટે જે ટ્રાન્સપોર્ટનો ખર્ચ થતો હોય છે તે આ પદ્ધતિના કારણે પાલિકાનો ખર્ચ બચી જશે.જોકે પાલિકાને અત્યાર સુધી ટેન્ડર આવ્યા છે તેના મુજબ ડ્રાય કચરાના વેચાણથી પાલિકાને અઢી કરોડ રૂપિયાની વાર્ષિક આવક થશે. 0.40 પૈસા પ્રતિ કિલો પ્રમાણે રોજનું 180 ટન સૂકા કચરાથી પાલિકાને રોજે 72000 રૂપિયા મળી રહેશે.

Last Updated : Sep 5, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.