સુરત: સુરત મહાનગરપાલિકાની મિલકત વેરાની આવકનો (Surat MNC Property Tax Revenue ) આંકડો પ્રથમ વખત 1100 કરોડને પાર થતાં રેકોર્ડ સર્જાયો છે. એટલું જ નહીં, વ્યવસાય વેરાની આવક (Business tax revenue Surat)માં પણ ગત વર્ષ કરતા 27 કરોડનો વધારો નોંધાયો છે. મનપાની મિલકત વેરાની આવક વર્ષ 2021-22માં 1150 કરોડને ક્રોસ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. ગત વર્ષે કોરોના (Corona In Surat)ને કારણે મનપાની મિલકત વેરાની આવક પર અસર પડી હતી.
વ્યાજમાંથી મુક્તિ આપવાની યોજનાને પ્રતિસાદ મળ્યો- જો કે વર્ષના અંતે 67.93 ટકા રિકવરી કરવામાં સફળતા મળી હતી અને 1042.88 કરોડની આવક મિલકત વેરા પેટે મનપાની તિજોરીમાં જમા થઈ હતી, જેની સામે ચાલું વર્ષે 30 માર્ચ સુધી છેલ્લા સમયે 40થી 50 કરોડથી વધુ આવક મનપાને થઈ શકે તેમ છે. વર્ષ 2020-21 દરમિયાન કોવિડને કારણે બાકી વેરાની રકમ પણ વસૂલવા વ્યાજમાં મુક્તિ (Exemption in interest of Tax In Surat) માટેની મનપા દ્વારા અમલી બનાવવામાં આવેલી યોજનાને પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમવાર સુરત મનપા ઇ-વ્હિકલથી કરશે ગાર્બેજ કલેકશન, વાહનોની ખરીદી પર આટલો ખર્ચ..
રિકવરીનો આંકડો 70 ટકાની નજીક પહોંચશે- વર્ષો સુધી વેરાબિલ નહીં ભરનારા લોકોને વ્યાજમાંથી મુક્તિ આપવાની યોજના પણ બહાર પાડવામાં આવી હતી. જેમાંથી સુરત મનપાને 90થી 100 કરોડ રૂપિયા બાકી વેરા વસૂલાત થઈ શકે છે. સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee of Surat Municipal Corporation) ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, વ્યાજ માફીના કારણે રિકવરીનો આંકડો 70 ટકાની નજીક પહોંચશે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો: Smc New Building Budget: સુરત મહાનગરપાલિકા દ્વારા 900 કરોડના ખર્ચે નવું વહીવટી ભવન બનાવાશે
આવકના અન્ય ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વધારો- તેમણે જણાવ્યું કે, કરદાતાઓ (Taxpayers In Surat)ને 16 કરોડના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે. મનપાની આવકના મુખ્ય સ્રોતમાં મિલકત વેરાની રેકોર્ડ બ્રેક રિકવરી સાથે સાથે આવકના અન્ય ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વધારો ચાલું વર્ષે થયો છે. પ્રોફેશનલ ટેક્સ ફ્રી આવકમાં પણ ગત વર્ષની તુલનામાં 27 કરોડની વૃદ્ધિ થઈ છે.