ETV Bharat / city

અમેરીકાની સૌથી સુંદર યુવતી માટે આ વખતે ચીને નહિ સુરતે બનાવ્યો હીરાનો ક્રાઉન

author img

By

Published : Oct 22, 2020, 1:19 PM IST

આ વખતે થોડા દિવસમાં યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા પ્રતિયોગિતા માટે સુરતની જેમ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટને 500 ગ્રામ સિલ્વર, 650 કેરેટના 318 હીરા અને 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને કરોડોની કિંમતનો ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો છે. જે ક્રાઉન અમેરિકાની સૌથી સુંદર યુવતીના તાજે જશે.

અમરીકાની સૌથી સુંદર યુવતી
અમરીકાની સૌથી સુંદર યુવતી
  • અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વ્યાપારિક સંબધો ઉપર અસર
  • અમેરિકામાં યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા સ્પર્ધા
  • સ્પર્ધા માટે ક્રાઉન ચીન અને હોંગકોંગમાં તૈયાર થતો
  • આ વખતે કરોડો રૂપિયાનો હીરાનો ક્રાઉન સુરતમાં તૈયાર થયો

સુરત: અમેરિકાની સૌથી વધુ સુંદર યુવતી આ વખતે સુરતની ડાયમન્ડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા ચમકદાર હીરાઓનો ક્રાઉન પહેરી વધુ સુંદર દેખાશે. જી હાં, દર વર્ષે યોજાતા મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન ચીન અને હોંગકોંગથી તૈયાર થતો હતો, પરંતુ આ વખતે આ સફેદ અને આસમાની રંગના હીરાથી તૈયાર ક્રાઉન આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર સુરતમાં તૈયાર થયો છે. જેમાં 650 કેરેટ હીરા, 650 ગ્રામ ગોલ્ડ અને 150 પીસ એમરેલ્ડ છે. જેની કિંમત કરોડો રૂપિયાની છે.

ક્રાઉન પહેલા ચીન અને હોંગકોંગમાં તૈયાર થતો હતો

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અનેક વ્યાપારિક સંબધો ઉપર અસર થઈ છે. જેનો લાભ ભારતને થઈ રહ્યો છે. જેનું એક ઉદાહરણ હાલમાં અમેરિકામાં યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા સ્પર્ધા છે. દર વર્ષે આ સ્પર્ધા માટે જે ક્રાઉન ચીન અને હોંગકોંગમાં તૈયાર થતો હતો. તે કરોડો રૂપિયાનો હીરાનો ક્રાઉન સુરતમાં તૈયાર થયો છે.ખાસ ડિઝાઇન માટે 25 દિવસ સુધી કંપનીના 10 કર્મચારીઓએ રોજની 8-8 કલાક કરેલી મહેનત કરી છે. અને આ ક્રાઉનને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

અમેરિકાની સૌથી સુંદર યુવતી આ વખતે સુરતની ડાયમન્ડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા હીરાઓનો ક્રાઉન પહેરશે

650 કેરેટના 318 હીરા અને 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ

સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટ દ્વારા આ ક્રાઉન બનાવવામાં 600 ગ્રામ ગોલ્ડ, 650 કેરેટના 318 હીરા અને 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બંન્ને તાજનું મૂલ્ય કરોડોમાં છે. આ બન્ને ક્રાઉનની ચમક લાંબો સમય રહે તે માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે. કંપની માટે આ ગૌરવની વાત છે. કંપનીના આર એન્ડ ડી વિભાગે અગાઉ પેપર વર્ક કર્યું અને ત્યારબાદ એક ક્રાઉન બનાવી તેને ચાંદીનો રૂપ આપ્યું છે.

ઈવેન્ટના બેવર્લી હિલ્સ દ્વારા આ ક્રાઉન બનાવવાનો ઓર્ડર સુરતની કંપનીને

સુરતના હેન્ડમેડ જ્વેલરી અને ડિઝાઇનથી પ્રભાવિત ક્રાઉન બનવા બાદ શાનદાર લાગે આ માટે એક એક કરીને હીરા લગાવવામાં આવ્યા છે. હેન્ડમેડ જ્વેલરી અને ડિઝાઇનથી પ્રભાવિત થઈ ઈવેન્ટના બેવર્લી હિલ્સ દ્વારા આ ક્રાઉન બનાવવાનો ઓર્ડર આ કંપનીને આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.