- જહાંગીરપુરા ઈસ્કોન મંદિર રથયાત્રા માટે અસમંજસ
- પાલનપુર પાટિયા સુધી જગન્નાથ યાત્રા નીકળશે કે નહીં તેને લઈ અસમંજસ
- ઇસ્કોન મંદિરથી પાલનપુર પાટિયા સુધી જગન્નાથ યાત્રા નીકળે તેવી માગ
- આશરે 200 હરિભક્તો આ રથયાત્રામાં જોડાશે
સુરત : છેલ્લા 27 વર્ષથી સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધી 17 કિલોમીટરના રૂટ પર ભગવાન જગન્નાથની રથયાત્રા ઈસ્કોન મંદિર ( Surat Iscon Rathyatra ) દ્વારા કાઢવામાં આવે છે. પરંતુ કોરોનાકાળમાં ગત વર્ષે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ વર્ષે ઇસ્કોન મંદિરથી પાલનપુર પાટિયા સુધી જગન્નાથ યાત્રા નીકળે તેવી માગ ઇસ્કોન મન્દિર દ્વારા તંત્ર પાસે કરાઈ છે. Surat Iscon Rathyatra ને લઈ એકબાજુ જગન્નાથના ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી બાજુ હરિભક્તો પરવાનગીની રાહ જોઈ રહ્યાં છે. ભગવાન આખરે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા કરવા બહાર નીકળે તેવી આશા છે.
રથયાત્રાનો રૂટ ટૂંકાવ્યો
જો કે ( Surat Iscon Rathyatra ) રથયાત્રાનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. અંદાજીત 3 કિ.મી.ના અંતરની રથયાત્રા માટે પરવાનગી માગવામાં આવી છે. રથયાત્રા દરમિયાન પ્રસાદી વહેંચવામાં આવશે નહીં તેમજ ઝડપથી જે રૂટ આપ્યો છે તે પૂરો કરીને ભગવાન ભક્તોને દર્શન આપીને ફરીથી ઈસ્કોન મંદિર ખાતે પરત ફરશે. આશરે 200 હરિભક્તો આ રથયાત્રામાં જોડાશે તેવી માહિતી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને આપવામાં આવી છે.
200 વ્યક્તિઓ કે જેઓએ વેક્સિનેશન કરાવી હોય તેઓ રથ ખેંચશે
ઈસ્કોન મંદિરના સંચાલક સચિ સુતકુમાર દાસે જણાવ્યું હતું કે, અમે કોરોનાના કારણે રથયાત્રાના ( Surat Iscon Rathyatra ) પારંપરિક રૂટની માગણી કરી નથી. પરંતુ હાલની સ્થિતિ જોતાં અમને વહીવટીતંત્ર દ્વારા તે મંજૂરી આપવામાં આવી નથી. અમે વહીવટીતંત્ર સાથે સંકલનમાં છીએ. પાલનપુર પાટિયા સુધીની મંજૂરી મળી છે. 200 વ્યક્તિઓ કે જેઓએ વેક્સિનેશન કરાવી હોય તેઓ રથ ખેંચશે જેની યાદી તંત્ર દ્વારા મંગાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rathyatra 2021 : રથયાત્રા માટે હરિભક્તો આશાસ્પદ, સરકારની પરવાનગીની જોઈ રહ્યા છે રાહ
આ પણ વાંચોઃ Rathyatra 2021: વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોએ સુરત ઇસ્કોન મંદિરમાં મોકલ્યા વાઘા