- ચોમાસાના કારણે સુરત એરપોર્ટ પર કામગીરી શરૂ
- રન વે પર પાણી ન ભરાય તેની ખાસ તૈયારી
- હાલમાં માત્ર 3 ફ્લાઈટ્સનું જ સંચાલન
સુરત: એરપોર્ટ પર ચોમાસાનું પાણી ન ભરાય તે માટે ખાસ ઓપરેશનલ એરિયામાં પંપ મૂકવામાં આવ્યા છે. વર્ષ 2021માં ભોપાલ થી સુરત ની ફ્લાઈટ સ્લીપ થઈ ગઈ હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર ના થાય એ માટે ચોમાસા પહેલા સુરત એરપોર્ટ ખાતે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
એરપોર્ટ મેનેજમેન્ટ સતર્ક
જ્યારે ભારે વરસાદ હોય છે અને વિઝિબિલિટી ઓછી હોય ત્યારે વાતાવરણના કારણે ઘણી વખત ફ્લાઇટને ઉતારવામાં તકલીફ થતી હોય છે. આવી પરિસ્થિતીમાં કોઈ દુર્ઘટના ન થાય આ માટે તકેદારીના ભાગરૂપે સુરત એરપોર્ટ ખાતે મેન્ટેનન્સની કામગીરી અગાઉથી જ હાથ ધરવામાં આવી છે. કારણકે 2019 માં બનેલી ઘટનામાં ભોપાલ થી સુરત આવેલી ફ્લાઇટ ભારે વરસાદના કારણે રનવે 400 મીટર આગળ ઉતરાણ કરાવી હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા
હાલમાં માત્ર 3 જ ફ્લાઈટ
ભારે વરસાદના કારણે રનવેની નીચેથી પસાર થતી લાઇનમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવતી હોય છે. જેના કારણે અનેક વાર રન-વે પર પાણી ભરાઈ જતું હોય છે અને ફ્લાઇટને વિઝનમાં મુશ્કેલી થતી હોય છે. જેથી ઓપરેશનલ એરિયામાં પંપ મૂકવામાં આવ્યા છે. કોરોનાકાળ પહેલા સુરત એરપોર્ટ પર 46 વખત ડોમેસ્ટિક ફ્લાઇટ અને 2 વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર નોંધાતી હતી. પરંતુ કોરોના કાળમાં માત્ર 3 ફ્લાઇટ ની અવરજવર નોંધાઇ છે. સુરત થી દિલ્હીની બે ફ્લાઈટ અને સુરત બેંગલોરની એક ફલાઇટ હાલ ઉડાન ભરી રહી છે. જૂનના અંત સુધી કોલકાતાની ફ્લાઇટ શરૂ થાય તેવી સંભાવનાઓ પણ છે. કોરોનાકાળ પહેલા 23 ફ્લાઈટ અરાઈવલ અને 23 ફ્લાઈટ ડીપાર્ચર થતી હતી.ત્યારે સુરત એરપોર્ટ પર મેન્ટેનન્સની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ છે.
દરેક પાસાઓ પર ધ્યાન
એરપોર્ટ પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે આ સમગ્ર મામલે ટેલિફોનિક વાતચીતમાં સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સેનીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસા પહેલા સુરત એરપોર્ટ પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે . અમે મેન્ટેનન્સની કામગીરી દરમિયાન દરેક પાસા ઉપર ધ્યાન આપીએ છીએ અને આ રૂટિન પ્રોસેસ છે.
આ પણ વાંચો : સુરતના રન-વેના ગ્રાઉન્ડ ઇમ્પ્રૂવમેન્ટનું 20 કરોડ રૂપિયાનું ટેન્ડર