સુરત : વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર (Surat in 2022 ) એટલે સુરત. સુરત દેશનું બીજા ક્રમે સ્વચ્છ શહેર તરીકે ગણાય છે. વર્ષ 2022માં સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવે માટે સુરત મહાનગર પાલિકાએ કમર કસી લીધી છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલા (Surat Mayor Boghawala)એ જણાવ્યું હતું કે, સુરતને વર્ષ 2022માં સ્વચ્છ શહેર તરીકે નમ્બર વન બનાવમાં આવશે. એટલું જ નહીં સહારા દરવાજા ઓવર બ્રિજ અને ઐતિહાસીક કિલ્લો (Surat Historic Fort) નવીનીકરણ સાથે સુરતની પ્રજાને અર્પણ કરાશે.
રેલવે સ્ટેશન જવા આવવા માટે બ્રિજ
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેર એ વિશ્વનું સૌથી ફાસ્ટ ગ્રોઈંગ થતું શહેર છે અને સુરત શહેરને આમ તો બ્રિજ સીટીથી ઓળખાય છે, પરંતુ આવનારા નવા વર્ષમાં સુરત શહેરને ખરેખર મોટો બ્રિજ જે ટેકસ્ટાઇલ અને ડાયમંડ અને ખાસ કરીને રેલવે સ્ટેશન જવા આવવા માટે પણ સુરત સહારા દરવાજાનો જે બ્રિજ છે અને ટૂંક સમયમાં લોકાર્પણ પણ કરીશું.
સ્વચ્છ સિટીમાં નમ્બર વન બનશે સુરત
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ એમના પ્રવચનમાં કહ્યું છે કે, દરેક સિટીની ઐતિહાસિક એક આગવી ઓળખ હોવી જોઈએ. તો એ ઓળખ પ્રમાણે સુરત સિટીમાં પણ જે ઐતિહાસિક કિલ્લો છે એ કિલ્લાને પણ નવા રૂપરંગ સાથે આપણે આવનારા નવા વર્ષમાં લોકોની સમક્ષ મૂકીશુ. જેથી કરીને સુરત શહેરની જનતા એની વિઝીટ કરે અને સુરતનો પુરાતન ઇતિહાસ આ કિલ્લો લોકો જોઈ અને એને આવકારે, ઈતિહાસને માણે.
આખા દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક
વિશેષ કરીને સુરત શહેર આવનારા દિવસોમાં સ્વચ્છતા (Swachhta Survekshan 2022) ક્રમાંકમાં પણ પ્રથમ ક્રમાંકે આવે માટે હું તમામ સુરતી શહેરીજનો અને સાથે સાથે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી કર્મવીરો આ બધા સાથે મળીને હાલમાં સુરત શહેરને આખા દેશમાં સતત બીજી વખત બીજા ક્રમાંક પ્રાપ્ત થયેલો છે પણ સૌથી પહેલું લક્ષ્ય છે કે આવનારા નવા વર્ષમાં સુરત શહેર એ આખા દેશમાં સ્વચ્છતામાં પણ પ્રથમ ક્રમાંક પર આવે એ દિશામાં અમે સૌ એક કદમ આગળ વધશું. તો 70 લાખ કદમ આગળ વધારીને સુરત શહેરને એક અલગથી નજરાણું પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો સાથે અમે આગળ વધશું.
આ પણ વાંચો: C R Patil Reaction On GST : નવા વર્ષમાં હવે રેડીમેડ કપડા મોંઘા નહીં થાય