સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરીના માલિક દ્વારા ભેળસેળ વાળું ઘી વેચવામાં આવતું હોવાની વારંવારની ફરિયાદોને આધારે આજરોજ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ (Surat Food Department Raid) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં વેચાતા પદાર્થોનાં ઘી અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 113 કિલો ઘીનો જથ્થો અને 13 કિલો માવાનો જથ્થો સીઝ (milk item seize by food dept) કરવામાં આવ્યો છે. તથા જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ જથ્થામાંથી ઘીનું કે માવાનું વેચાણ ન કરવા સુચના આપી હતી.
આસપાસની ડેરીઓમાં ફફડાટ
સુરતના કતારગામમાં ઉમિયા ડેરીના માલિક સામે ફરિયાદોને આધારે ચેકિંગ (checking on mixing ghee dairy) હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇ આસપાસના ડેરી સંચાલકો અને મીઠાઈની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.
ફરિયાદનાં આધારે ચેકીંગ
આ બાબતે કતારગામ ફૂડ વિભાગ ઓફિસર ડી.કે.પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આ ડેરીની વારંવાર ફરિયાદો આવતી હતી. જેને લઈને આજરોજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લેવાયેલ સેમ્પલ જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ જથ્થામાથી ઘીનું કે માવાનું વેચાણ ન કરવા સુચના આપી છે. જો વેચાણ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત: બેસ્ટ મેડિકલ સ્ટોરમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર આપતા હતા સીરપ