ETV Bharat / city

Surat Diamond Industry : હવે અમેરિકાએ મૂકી નવી શરત, હીરાવેપારીઓમાં છવાઇ ચિંતા - Russia-Ukraine war

એકતરફ સુરતના હીરાઉદ્યોગના (Surat Diamond Industry ) નિકાસમાં મોટા વધારાના સારા સમાચાર હતાં. ત્યાં અમેરિકાના એક ઇમેઇલને (US email to Indian traders)લઇને હીરાઉદ્યોગ ચિંતામાં મૂકાયો છે. અમેરિકાએ સુરતના હીરાવેપારીઓને એક ખાતરી આપવાની શરત મૂકી છે. શી ખાતરી આપવાની છે તે વિશે જાણો આ અહેવાલમાં.

Surat Diamond Industry :  હવે અમેરિકાએ મૂકી નવી શરત, હીરાવેપારીઓમાં છવાઇ ચિંતા

author img

By

Published : May 3, 2022, 6:42 PM IST

સુરત: હીરા ઉદ્યોગ માટે અમેરિકાનો નિર્ણય મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ (Surat Diamond Industry ) ઉપર વર્તાઇ રહી છે. આ વચ્ચે અમેરિકાના ડાયમંડ ટ્રેડર્સે (US email to Indian traders) ભારતના હીરાના વેપારીઓને બિલમાં એવી ખાતરી આપવાની માગણી કરી છે. જેના કારણે સુરતના ઉદ્યોગકારો પણ મૂંઝવણમાં મુકાયા છે. અમેરિકામાં મોકલવામાં આવનાર કટ એન્ડ પોલીસ ડાયમન્ડ રશિયાથી ખરીદેલા રફ ડાયમંડ (Ban on Russian diamonds ) નથી. આ ખાતરી હવે ભારતના ઉદ્યોગકારોએ અમેરિકાના ટ્રેડર્સને આપવી પડશે.

ખોટી માહિતી આપવામાં આવે તો કંપની પર પ્રતિબંધ મૂકવાની વાત

આ પણ વાંચોઃ Surat Diamond Industry : કેમ સર્જાઇ બે લાખ કેરેટ રફ ડાયમંડની અછત? હીરા ઉદ્યોગે કરવું પડ્યું આવું

બિલ સાથે ખાતરી આપવી પડશે - યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine war)લઇ અમેરિકાએ રશિયાની માઇન કંપની અલરોઝા ઉપર પ્રતિબંધ મૂકયો અને હવે અમેરિકાએ ભારત સામે નવી શરત મૂકી છે. અમેરિકાએ ભારતના ટ્રેડર્સને(Surat Diamond Industry ) ઈમેઈલ થકી (US email to Indian traders)જણાવ્યું છે કે જે પણ કટ અને પોલિશ્ડ ડાયમંડ અથવા જ્વેલરી અમેરિકામાં મોકલવામાં આવશે તે ડાયમંડને લઈ બિલ સાથે એક ખાતરી પણ આપવાની રહેશે. બિલ સાથે ભારતના વેપારીઓએ જણાવવાનું પડશે કે જે જ્વેલરી અમેરિકામાં મોકલવામાં આવી છે તેના રફ ડાયમંડ રશિયાથી ઈમ્પોર્ટ કરવામાં (Ban on Russian diamonds ) આવ્યા નથી.

આ પણ વાંચોઃ Export of Surat Diamond Industry : ચીનને પછાડી ભારત નીકળ્યું આગળ, જાણો સુરતથી આવ્યા સારા સમાચાર

કંપનીને બેન કરવાની વાત - અમેરિકાના આ નિર્ણયથી સૌથી વધારે અસર સુરતના ઉદ્યોગકારોને (Surat Diamond Industry ) થશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્વેલરી અને ડાયમંડ એક્સપોર્ટ અમેરિકામાં વધારે થઈ રહ્યું છે અને સુરતમાં આવનાર રફ ડાયમંડમાંથી 30 ટકા રશિયાની માઇન્સથી આવે છે. આ અંગે સુરતના હીરાના વેપારી નીલેશ બોડકીએ જણાવ્યું હતું કે મોટા હીરા હોય તો તેની ઓળખ કરીને અમે જણાવી શકીએ કે આ હીરા ક્યાંથી આવ્યા છે. પરંતુ નાના 1 કેરેટના હીરા અંગે જાણકારી આપવી એ ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. અમેરિકા દ્વારા લેવાયેલ નિર્ણય (US email to Indian traders) હીરાઉદ્યોગ માટે ચોક્કસથી ચિંતાનો વિષય (Ban on Russian diamonds ) હશે. જો માહિતી આપવામાં ન આવે અથવા તો ખોટી માહિતી આપવામાં આવે તો કંપની પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.