ETV Bharat / city

સુરત ડાયમંડ બુર્સમાં એક જ જગ્યાએ 27 જ્વેલરી શોરૂમ 175 દેશના વેપારીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર - Surat Diamond Bourse will have 27 jewelery showrooms in one place for 175 traders from all over the country

સુરત ખજોદ ખાતે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મળવા જઈ રહ્યું છે. દેશ અને વિદેશના 4500થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગને નવી દિશા આપવા માટે આ માઈલ્ડસ્ટોન પ્રોજેક્ટ છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) દસ કે પંદર નહીં, પરંતુ 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે.

સુરત ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સ
author img

By

Published : Aug 19, 2021, 7:28 PM IST

  • વેપારીઓને એકસાથે 27 જેટલા ડાયમન્ડ જ્વેલરી પ્રોડક્ટ ખરીદી કરવા માટે વિકલ્પ પણ મળશે
  • 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે
  • દેશભરમાં કોઈ એક પણ મોલ નથી જ્યાં જ્વેલરીમાં મલ્ટીપલ ઓપ્શન લોકોને મળી રહે

સુરત : ડાયમંડ સિટી સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) દસ કે પંદર નહીં, પરંતુ 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે. સુરતમાં ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગની શરૂઆત થઇ જશે. જ્યાં 175 જેટલા દેશો વેપાર માટે આવશે. સુરત ડાયમંડ બુર્સમાં આવનારા વેપારીઓને એકસાથે 27 જેટલા ડાયમન્ડ જ્વેલરી પ્રોડક્ટ ખરીદી કરવા માટે વિકલ્પ પણ મળશે.

આ પણ વાંચો- Surat Diamond Bourse વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે

વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે

સુરત ખજોદ ખાતે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મળવા જઈ રહ્યું છે. લોકો જાણે છે કે, વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. પરંતુ આ હીરાથી તૈયાર જ્વેલરી ઉદ્યોગને પણ નવી તક આપવા માટે સુરત ડાયમંડ બુર્સે(Surat Diamond Bourse) તૈયારી બતાવી છે. સુરત ડાયમંડ બુર્સના આ પ્રોજેક્ટમાં એક જગ્યાએ 27 જેટલા જ્વેલરી શો રૂમ માટે જગ્યા આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં એક સાથે ક્યાંય પણ 27 જેટલા જ્વેલરી શો રૂમ જોવા મળ્યા નથી.

જ્વેલરી શોરૂમ ધારકોને સૌથી સારી અને લેટેસ્ટ ફેસીલીટી મળી રહેશે

આ અંગે સુરત ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જોવા જઈએ તો જ્વેલરી શોરૂમ પોશ વિસ્તારમાં બન્યા હોય છે. મોટાભાગે એક, બે અથવા તો ત્રણ શોરૂમ એક જગ્યાએ જોવા મળતા હોય છે. પરંતુ આખા દેશમાં એવી કોઈ પણ વ્યવસ્થા સામે આવી નથી કે જ્યાં એક જ સ્થળે 27 જેટલા જ્વેલરી શો રૂમ હોય. સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) માં જ્વેલરી શોરૂમ ધારકોને સૌથી સારી અને લેટેસ્ટ ફેસીલીટી મળી રહેશે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે. સાથે સુરત ડાયમંડ બુર્સનો જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તે લક્ઝરી છે.

સુરત ડાયમંડ બુર્સ

જ્વેલરી મેકિંગમાં અનેક બ્રાન્ડ્ઝ સામે આવશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોઈ એક મોલ નથી જ્યાં જ્વેલરીમાં મલ્ટીપલ ઓપ્શન લોકોને મળી રહે છે અને એ વિકલ્પ સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) માં મળી રહેશે. સુરત ડાયમંડ બુર્સમાં 175 દેશોના વેપારીઓ આવશે. બાઈગ અને સેલિંગ માટે આવનારા વેપારીઓ યાદગીરી તરીકે જ્વેલરી પણ ખરીદી શકશે. સાથે સાથે જ્વેલરી માટે તેઓ અનેક વિકલ્પો જ્યારે જોશે, ત્યારે તેઓને સુરતની ક્ષમતા જ્વેલરી મેકિંગમાં કેવી છે તે જાણવા મળશે. સુરત જ્વેલરી મેકિંગની અનેક બ્રાન્ડ્ઝ સામે આવશે.

આ પણ વાંચો- ડાયમંડ બુર્સમાં ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરનાં થયા મોત

27 શો રૂમને કસ્ટમની સુવિધા પણ મળી રહેશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્વેલરી માટે સુરત પાસે હીરા ઉપલબ્ધ છે. સુરતમાં ઘણા બધા મેન્યુફેક્ચરર યુનિટને પ્લેટફોર્મ મળશે. સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) માં આ તમામ 27 શો રૂમને કસ્ટમની સુવિધા પણ મળી રહેશે. કસ્ટમની સુવિધા મળી રહેવાથી તેઓને કેમ્પસ બહાર જવાની જરૂર પડશે પણ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.