ETV Bharat / city

Surat Diamond Bourse: મુંબઈની જગ્યાએ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ વેચાણ માટે સુરત ડાયમંડ બુર્સે મૂકેલા પરિપત્રથી વિવાદ - ડાયમંડ ટ્રેડિંગ સુરત

સુરત ડાયમંડ બુર્સે (Surat Diamond Bourse) પોલિશ ડાયમંડ (polished diamond surat)નું વેચાણ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાં કરવા માટે ઓફર મુકી છે. પોલિશ્ડ ડાયમંડનું ડાયમંડ બુર્સમાં જ વેચાણ કરનારા મેમ્બરને ઑફર પ્રમાણે બોર્ડના મેઇન્ટેનન્સ ચાર્જીસમાં 6 મહિના સુધી સો ટકા રાહત મળશે.

Surat Diamond Bourse: મુંબઈની જગ્યાએ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ વેચાણ માટે સુરત ડાયમંડ બુર્સે મૂકેલા પરિપત્રથી વિવાદ

author img

By

Published : Jan 22, 2022, 6:14 PM IST

સુરત: સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse)નો પરિપત્ર હાલ વિવાદમાં છે. સુરત ડાયમંડ બુર્સે પોતાના મેમ્બરને બોર્ડના મેઇન્ટેનન્સ (Surat Diamond Bourse Maintenance Charges) ચાર્જીસમાં 6 મહિના સુધી સો ટકા રાહત આપવા બદલ શરત મૂકી છે કે પોલિશ ડાયમંડનું વેચાણ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાંથી જ કરવું. મુંબઈ મોકલી વેચાણ કરશે તેવા મેમ્બરને મેઇન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહીં.

મુંબઈ વેચાણ કરશે તેવા મેમ્બરને મેઇન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહીં.

ડાયમંડ બુર્સની કમિટી આ નિર્ણય લેવામાં આવ્યો

મુંબઈની જગ્યાએ સુરત ડાયમંડ જ્વેલરીના વેચાણ (Sale of Diamond Jewelery in Surat)નું હબ બને તે માટે અનેક પ્રયાસો સુરત ડાયમંડ બુર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 3000 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે સુરતના ખજોદ ખાતે ડાયમંડ બુર્સ (Construction cost of Diamond Bourse Surat) તૈયાર થઈ રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ (Diamond Trading Surat) અને તેની સાથે સંકળાયેલા ધંધાઓ ઝડપથી શરૂ થાય તે ઉદ્દેશથી ડાયમંડ બુર્સની કમિટી (Diamond Bourse Committee) દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat diamond bourse: છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા, એકનું મોત

પોલિશ ડાયમંડનું વેચાણ ડાયમંડ બુર્સમાં કરવું ફરજિયાત

સુરત ડાયમંડ બુર્સના મેઇન્ટેનન્સ ચાર્જીસમાં સો ટકા રાહત માટે પ્રથમ ચરણમાં જ પોલિશ ડાયમંડનું વેચાણ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાંથી જ કરવું ફરજિયાત રહેશે. એટલે મેમ્બર પોલિશ્ડ ડાયમંડના સેમ્પલ મુંબઈ મોકલી વેચાણ કરશે નહીં. ડાયમંડ બુર્સના મેમ્બર સુરતમાં જ પોલિશ્ડ ડાયમંડનું વેચાણ કરે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

6 મહિના સુધી મેઇન્ટેનન્સ ચાર્જ ફ્રી

આ અંગે સુરત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ ઝડપી કાર્યરત થાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મેમ્બરને 6 મહિના સુધી મેઇન્ટેનન્સ ચાર્જ ફ્રી રહેશે. મેમ્બર કોઇપણ સ્થળેથી ડાયમંડ ખરીદી શકશે, પરંતુ તેનું વેચાણ સુરત ડાયમંડ બુર્સ ખાતે કરવાનું રહેશે. એ ડાયમંડ બુર્સના મેમ્બર માટે શરત છે, જેનો લાભ ગુજરાતને થશે. અહીંથી આવકવેરા પણ ભરી શકાશે અને ટેક્સ લાભ પણ મળશે.

આ પણ વાંચો: સુરતને 6 મહિનામાં મળશે વિશ્વનું સૌથી મોટું નવું ડાયમંડ બુર્સ, PM Modi અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કરશે ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.