ETV Bharat / city

વિદેશી બાયર્સને આકર્ષવા સુરત ડાયમંડ એસોસિએશનએ કર્યું આ આયોજન

author img

By

Published : Jul 15, 2022, 9:58 PM IST

સુરત ડાયમંડ એસોસિએશન(Surat Diamond Association ) દ્વારા વિદેશી ખરીદદારોને વિશ્વના હીરા કેન્દ્ર સુરત તરફ આકર્ષિત કરવાના આશયથી સુરત ડુમસ રોડ પર અવધ યુટોપિયા ખાતે 15 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ત્રણ દિવસીય લૂઝ ડાયમંડ BTB પ્રદર્શન(Business to Business Exhibition) "કેરેટઃ સુરત ડાયમંડ એક્સ્પો"નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદેશી બાયર્સને આકર્ષવા સુરત ડાયમંડ એસોસિએશનએ કર્યું આ આયોજન
વિદેશી બાયર્સને આકર્ષવા સુરત ડાયમંડ એસોસિએશનએ કર્યું આ આયોજન

સુરત: વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત(Surat Dumas Road) અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશનનું ત્રિદિવસીય લૂઝ ડાયમંડના B2B એક્ઝિબિશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 15થી 17 જુલાઈ 2022 દરમિયાન ત્રિદિવસીય કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રધાન(Union Minister of Animal Husbandry and Fisheries) પુરુષોત્તમ રૂપાળાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. દેશમાં પ્રથમવાર લુઝ ડાયમંડ એક્ઝિબિશન આંતરરાષ્ટ્રીય કક્ષાનો સુરતમાં યોજાયો છે જેમાં આશરે અઢી લાખ મિલિયન ડોલરના લુઝ ડાયમંડ અને જ્વેલરી મુકાયો છે.

ત્રિદિવસીય લૂઝ ડાયમંડના B2B એક્ઝિબિશન એક્સ્પોનું આયોજન

આ પણ વાંચો: અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ

વેપારીઓ માટે નવું માર્કેટ - આ વર્ષે નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો પણ એક્ઝિબિશનમાં(Loose Diamond Exhibition) સમાવેશ કરાયો છે. કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઊભું કર્યું છે. ત્રિદિવસીય લુઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ 116 જેટલા સ્ટોલ ઉભા કર્યા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેકનોલોજી મશીન, સરીન મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલનો સમાવેશ થાય છે.

પ્રથમવાર લુઝ ડાયમંડ એક્ઝિબિશન - સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી ધામજી મવાણીએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમવાર લુઝ ડાયમંડ એક્ઝિબિશનનું આયોજન સુરત ખાતે થયું છે. જેમાં આશરે અઢી લાખ મિલિયન ડોલરના ડાયમંડ અને જ્વેલરી મૂકવામાં આવેલ છે નેચરલ ડાયમંડ સહિત લેબગ્રોન ડાયમંડ પણ આ એક્ઝિબિશનમાં છે.

આ પણ વાંચો: અમેરિકામાં ચમક્યો સુરતી હીરો, વિશ્વના સૌથી મોટા ડાયમંડને જોતા જ ચોંકી ઊઠશો

ભરોસામંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું - કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ડાયમંડનો વ્યાપાઈઓએ ભરોસાથી ચાલતો વ્યવસાય છે, ત્યારે સુરતના તમામ ભરોસામંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સાથે તેઓએ દુનિયાભરમાં યોજાતી વિવિધ ક્ષેત્રોની તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માફક સુરત શહેર ડાયમંડ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની કરવા ઉપરાંત સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.