સુરતઃ આ કિસ્સામાં જાણવા મળતી વિગતો પ્રમાણે વડોદરાના ડભોઇની મહિલા અસ્થિર મગજની હાલતમાં (Mentally disturbed Woman ) સુરતના લાલગેટ વિસ્તારમાં ભટકતી હતી. જે મહિલાની મગજની અસ્થિરતાનો ગેરલાભ (Surat Crime Case ) લઇ કોઈ અજાણ્યા નરાધમે બદકામ (Surat rape case) કરી મહિલાને ગર્ભવતી બનાવી દીધી હતી. અસ્થિર મગજની આ મહિલા પર સખી વન સ્ટોપ સંસ્થાના (Sakhi One Stop Organization) સભ્યની નજર જતાં તેને તાત્કાલિક કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા આશીર્વાદ માનવ મંદિર (Ashirvad Manav Mandir) ખાતે લાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બનાવી ગર્ભવતી, પંચાયતે આબરૂની કિંમત લગાવી 2 લાખ
6 માસનો ગર્ભ - આશીર્વાદ માનવ મંદિર ખાતે લાવવામાં આવેલ મહિલાને (Mentally disturbed Woman ) 6 મહિનાથી ઉપરનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું,આશીર્વાદ માનવ મંદિરના સંચાલકો દ્વારા મહિલાનો કબજો લઈ તમામ સારસંભાળ રાખવાની જવાબદારી ઉઠાવી હતી. અજાણ્યા નરાધમ દ્વારા અસ્થિર મગજની મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય (Surat Crime Case ) થયું હોવાનું બહાર આવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.હાલમાં આ મહિલાની સારસંભાળ (Ashirvad Manav Mandir) સંસ્થા દ્વારા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Rape Case In Jamnagar : સગીરા પર અનેકે દુષ્કર્મ આચરતાં બની ગર્ભવતી, 2 મહિલાઓ સહિત 8 સામે ગુનો દાખલ