- સુરતમાં એક અનોખા ટુર્નામેન્ટનું આયોજન કરાયું
- સુરત પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવા પ્રયાસ
સુરતઃ શહેર પોલીસ દ્વારા યુવાનોને નશા તરફ નહીં જવા તથા ક્રાઈમ પર કંટ્રોલ કરવા માટે આ એક અનોખા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન (Surat Cricket Tournament )કરવામાં આવ્યું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરના લીંબાયત વિસ્તારમાં (Surat Limbayat area)કરવામાં આવ્યું છે. જેમાં શહેર પોલીસ( Surat City Police ) કમિશનર સાથે તમામ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(BJP state president CR Patil) હાજર રહ્યા હતા.
નશાખોરી અને ક્રાઇમને કંટ્રોલ કરવાનો અનોખો પ્રયાસ
સુરત લીંબયાત પોલીસ (Surat City Police )દ્વારા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ ના માધ્યમથી યુવાનોને નશા તરફ નહીં જવા અપીલ કરાઈ છે. એટલું જ નહીં પણ પોલીસ અને લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટના (Surat Cricket Tournament )માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત પોલીસ કમિશનર અજય તોમર ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કહ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી લોકો અને પોલીસ એકબીજાના સંપર્કમાં આવશે.
નશાને સુરત થી દૂર કરવા માટે સુરત પોલીસનો સહયોગ
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે લોકો પોલીસનાં નજીક આવે કાયદો વ્યવસ્થા બની રહે કોઈપણ ખોટા રસ્તા ઉપર આજનું યુવધાન નઈ જાય તે માટે નશાને સુરત થી દૂર કરવા માટે સુરત પોલીસ પૂરેપૂરી સહયોગ કરી રહી છે.તમે પણ પોલીસનો સાથ સહકાર આપો ક્રિકેટ એ સજ્જ લોકોની રમત છે.ખુબ જ ઉત્સાહ સાથે આ ગેમ રમો તેની મજા માણો આખા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી અમારી છે.
ખેલો લીંબાયત ક્રાઈમ છોડો લિંબાયત આવા સૂત્રો સાથે અનોખો પ્રયોગ
સુરત પોલીસ કમિશનર અજય તોમર અને તેમના અધિકારીઓ દ્વારા શહેરને નશાથી મુક્ત કરવા માટે અલગ અલગ પ્રયગો કરવામાં આવી રહ્યા છે. શહેરના ક્રાઇમને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ અધિકારીઓનો આ એક અનોખો પ્રયોગ છે.જેમાં શહેરનાં લીંબાયત વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ નું નામ ખેલો લીંબાયત ક્રાઈમ છોડો લિંબાયત આવા સૂત્રો સાથે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.અને આમાં ઘણી બધી ટીમો ભાગ લઇ રહી છે.મને વિશ્વાસ ચેકે આ પ્રયોગ દ્વારા યુવાનોને એક અલગ એક્ટિવિટી પણ મળશે તેમનાં માટે એન્ટાટેનમેન્ટ મળશે.
આ પણ વાંચોઃ Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી
આ પણ વાંચોઃ કાશીમાં ભાજપ શાસિત રાજ્યોના મખ્યપ્રધાનો સાથે સુશાસન પર પીએમ કરશે ચર્ચા