ETV Bharat / city

સુરત કોંગ્રેસે 19 વોર્ડ પર ઉમેદવારો જાહેર કર્યા, 9 ઉમેદવારો રિપિટ

author img

By

Published : Feb 2, 2021, 11:03 AM IST

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ પૈકી 19 વોર્ડ પર 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ મહિલાઓની ટિકિટ આપી 9ને રિપિટ કરવામાં આવ્યા છે.

સુરત: કોંગ્રેસના 19 વોર્ડના ઉમેદવારો જાહેર કરાયા

  • મોટાભાગના ચહેરાને રિપિટ કરવામાં આવ્યા
  • 2015માં ચૂંટણી લડેલા તમામ પાટીદારોને રિપીટ કરવામાં આવ્યા
  • વોર્ડના જ્ઞાતિવાદના સમીકરણ તેમજ ઉમેદવારોની લાયકાત મુજબ ટિકિટ આપવામાં આવી

સુરત : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ પૈકી 19 વોર્ડ પર 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગત ટર્મમાં ચૂંટાયેલા એક મહિલા સહિત નવ ઉમેદવારો રિપિટ કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ પૂર્વ મહિલા કોર્પોરેટરની ટિકિટ આપી નવા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી હતી.

તમામ પાટીદારોને રિપિટ કરવામાં આવ્યા

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનને પગલે ભાજપનો ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું હતું. જે યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં કોંગ્રેસની ટિકિટ પર વર્ષ 2015માં ચૂંટણી લડેલા તમામ પાટીદારોને રિપિટ કરવામાં આવ્યા હતા. જ્યારે જે વોર્ડમાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી એવા વોર્ડમાં નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી હતી. વોર્ડના જ્ઞાતિવાદના સમીકરણ તેમ જ ઉમેદવારોની લાયકાત મુજબ ટિકિટ આપવામાં આવી હોવાનો દાવો શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર 3, 4, 5, 15 અને 16 માં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં યોજાયેલી મનપાની ચૂંટણીમાં જુના વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના 3 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર-3 માં 3 સભ્યો, વોર્ડ નંબર-4 માં 4, વોર્ડ નંબર- 5 માં 4, વોર્ડ નંબર-15 માં 4, વોર્ડ નંબર-16 માં 4, વોર્ડ નંબર-11 માં 2, વોર્ડ નંબર-18 માં 4, વોર્ડ નંબર-25 માં 2, વોર્ડ નંબર-29 માં 4 અને વોર્ડ નંબર-27 માં 1 સભ્ય ચૂંટાઈને આવ્યા હતા. પાટીદાર આંદોલનને પગલે બહુલ પાટીદાર વિસ્તાર ગણાતા વરાછા અને કતારગામ વોર્ડ નંબર 3, 4, 5, 15 અને 16 માં કોંગ્રેસની આખી પેનલ જીતીને આવી હતી. પરિણામે મોટાભાગના ચહેરાને રિપિટ કરવામાં આવ્યા હતા. હદવિસ્તરણ બાદ કરાયેલા વોર્ડ સીમાંકનમાં કોંગ્રેસની સલામત બેઠકો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પાટીદાર આંદોલનની કોઈ અસર ન હોવાથી પરિણામોમાં પણ ફેરફાર આવી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.