ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેરમાં સુરત શહેરે એલર્ટ રહેવાની જરૂર - News from Surat

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરની ચિંતા સમગ્ર દેશને થઈ રહી છે. વિશેષજ્ઞોએ આ ત્રીજી લહેરને લઈને કેટલાક તથ્યો પર વાત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતુ કે સુરતને વધુ એલર્ટ રહેવાની જરૂર છે.

corona
કોરોનાની ત્રીજી લહેરમાં સુરત શહેરે એલર્ટ રહેવાની જરૂર
author img

By

Published : Jul 21, 2021, 1:49 PM IST

  • અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે સુરતને એલર્ટ રહેવાની જરૂર
  • કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આ નવા સ્વરૂપના કારણે ડોક્ટરો ચિંતામાં
  • શહેરમાં આશરે 40 ટકા કોરોનાના દર્દીઓ એવા હતા કે જેઓ મહારાષ્ટ્રના હતા

સુરત : મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોના કેસીસ વધતા ગુજરાતમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી બાજુ કોરોના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મયૂટન્ટન્ટ બદલાતા મેડિકલ ક્ષેત્રમાં ચિંતાનો વિષય સર્જાયો છે.ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મયૂટન્ટન્ટ બે વેક્સિન લેનાર લોકોના ઇમ્યૂનિટીને પણ બાયપાસ કરે છે.ત્રીજી લહેર પહેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આ નવા સ્વરૂપના કારણે ડોક્ટરો ચિંતામાં છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાતના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે સુરતને એલર્ટ રહેવાની જરૂર છે.

વર્ષના અંતમાં આવી શકે છે ત્રીજી લહેર

નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ઓક્ટોબર-નવેમ્બર સુધી સંભવિત કોરોનાની ત્રીજી લહેર ફરી એક વખત આ આતંક મચાવી શકે છે. જેને લઇ સરકારથી લઈને સ્થાનિક તંત્ર સુધી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી લહેર સમય મહારાષ્ટ્રમાં કેસ વધ્યા બાદ ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી સુરત શહેરમાં આશરે 40 ટકા કોરોનાના દર્દીઓ એવા હતા કે જેઓ મહારાષ્ટ્રના હતા અથવા તો ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા હતા. હવે ફરી એક વખત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કોરોના કેસ વધતા ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ચિંતા જોવા મળી રહી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં સુરત શહેરે એલર્ટ રહેવાની જરૂર

આ પણ વાંચો : અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત પ્રવાસ સંબંધિત ભલામણોમાં આપી છૂટ, સાવધાની રાખવાનો કર્યો આગ્રહ

મયૂટન્ટન્ટ ઇમ્યૂનિટીને પણ બાય-પાસ કરે છે

ઈન્ડીયન મેડીકલ ગુજરાતના પૂર્વ પ્રમુખ ડૉ ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર જ નહીં અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય કહી શકાય બીજી બાજુ ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં નવો મયૂટન્ટન્ટ જોવા મળ્યો છે. આ મયૂટન્ટન્ટના કારણે જે લોકોએ કોરોના વેકસીનની બે ડોઝ લીધા હોય અને તેઓ વિચારી રહ્યા હોય કે તેમને કોરોના નહીં થશે તો આવા લોકોને પણ કોરોના થઈ શકે છે કારણ કે આ મયૂટન્ટન્ટ ઇમ્યૂનિટીને પણ બાય-પાસ કરે છે.

આ પણ વાંચો : Survey: કોરોના કાળમાં 47 ટકા લોકોમાં જોવા મળતું અનિવાર્ય મનોદબાણ વર્તન

રસી વિનાના લોકો માટે આ વેરિએન્ટ ઘાતક પુરવાર થઈ શકે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સરકારને રસી પ્રોડક્શન વધારવાની જરૂર છે. જો વેક્સિનની ગતિ વધારવામાં નહીં આવે તો ત્રીજી લહેરનો ભય વધી જશે. ભારતમાં માત્ર 6 મહિનામાં 40 કરોડ લોકોને જ રસી અપાઈ છે. રસીકરણ ગતિ વધારવા માટે સરકાર ભારત બાયોટેકની વેબસાઈટની પેટન અન્ય કંપનીઓને આપી દે તો રસીકરણની ગતી વધારી શકાય. રસી વિનાના લોકો માટે આ વેરિએન્ટ ઘાતક પુરવાર થઈ શકે નવા વેરિએન્ટ 100 કરતાં વધારે દેશોમાં પ્રસરી ગયો છે ભારતમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસના 60 કરતાં પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.