- સુરત મનપામાં પાટીલ જૂથનું વર્ચસ્વ જોવા મળ્યું
- મેયર સહિતના પદાધિકારીઓની પાટીલના નજીકના હોવાની છાપ
- મેયર બન્યાં હેમાલી બોઘાવાળા, પરેશ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન
સુરતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ સુરતમાં ફરી એક વખત ભાજપે સત્તામાં મેળવી છે. અને છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં મેયર કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી.આજે સુરત મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યૂટી મેયર અને અધિકારીઓના નામ જાહેર થયાં છે અને નામ જાહેર થતાં જ સી. આર. પાટીલની નજીકના ગણાતા લોકોને મહત્વના સ્થાન આપવામાં આવ્યાં છે તે સામે આવ્યું છે. મેયર પદ માટે દર્શના કોઠીયાનું નામ આગળ હતું પરંતુ હેમાલી બોઘાવાળાની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા સાથે ETV Bharatની ખાસ વાતચીત
સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો
ETV Bharat સાથે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ અને શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે ખાસ વાતચીત કરી જણાવ્યું હતું કે સુરતમાં નવા વિસ્તારોનો સમાવેશ થયa છે. તેમના વિકાસ માટે ભાજપ કાર્યરત રહેશે એટલું જ નહીં, વિપક્ષમાં આવેલા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોના આક્ષેપોના જવાબ આપવા માટે પણ તેઓ તૈયાર રહેશે. સ્ટેન્ડિંગ કમિટી ની ટીમમાં સામેલ કોર્પોરેટરોના નામ પણ જાહેર થયાં છે. જેમાં વ્રજેશ ઉનડકટ, ઉર્વશી પટેલ, ચીમન પટેલ, દક્ષેશ માવાણી, સુધાકર ચૌધરી, મનીષા મહાત્મા, ભૂષણ પાટીલ, રશ્મિબેન સાબુ, અમિતા પટેલ, ધર્મેશ ભલાળા અને રાજેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.