ETV Bharat / city

વર્લ્ડ ફૂડ ડે: સુરતના આ યુવાનો ઝૂંપડપટ્ટીના 500 મજૂરોને આપે છે મફતમાં ભોજન - સુરત શહેરના યુવાનો ઝૂંપડપટ્ટીના લોકોને આપે છે ભોજન

દરવર્ષે 16 ઓક્ટોબરનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફૂડ ડે તરીકે ઉજવવામાં આવે છે. જો કે આ દિવસની ઉજવણીને ખાણીપીણી કે વાનગીઓ સાથે કોઇ લેવા-દેવા નથી, પરંતુ આ દિવસે દુનિયામાં ભૂખમરા, કુપોષણ તેમજ સ્થૂળતા જેવી ભોજન સંબંધિત સમસ્યાઓ પર ભાર મૂકવામાં આવે છે. ત્યારે આજે મુલાકાત કરીએ સુરતના કેટલાક યુવાનો સાથે જે બમરોલીની ઝૂંપડપટ્ટીના 500 મજૂરોને મફતમાં ફૂડકીટનું વિતરણ કરે છે.

સુરત શહેરના સમાચાર
સુરતના આ યુવાનો ઝૂંપડપટ્ટીના 500 મજૂરોને આપે છે મફતમાં ભોજન
author img

By

Published : Oct 16, 2020, 6:13 PM IST

Updated : Oct 16, 2020, 7:00 PM IST

સુરત : બમરોલી વિસ્તારમાં મીઠી ખાડી નજીક આવેલી ડમ્પિંગ સાઇટની સામે કચરાના અનેક ઢગ વચ્ચે આશરે 500 જેટલા મજૂરો રહે છે. કોરોના કાળમાં જેમ દરેક વર્ગની આર્થિક પરિસ્થિતિ કથળી છે તેમ કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા આ મજૂરો પણ આર્થિક યાતના ભોગવી રહ્યા છે.

મજૂરોની પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે બે ટંકનું જમવાનું પણ તેમને નસીબ થતું નથી. લોકડાઉનના સમયથી લઈને અત્યાર સુધી આ લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે વલખા મારી રહ્યા છે.

સુરત શહેરના આ યુવાનો ઝૂંપડપટ્ટીના 500 મજૂરોને આપે છે મફતમાં ભોજન

બમરોલીની ડમ્પિંગ સાઇટ પર રહે છે 500 મજૂરો:

સુરતના બમરોલી વિસ્તારની ડમ્પિંગ સાઇટ નજીક કચરાના ઢગલા પર રહેતા 500 મજૂરોની પરિસ્થિતિ એવી દયનીય છે કે, એક ટકનું જમવાનું પણ તેમને માંડ-માંડ મળી રહે છે. જન્મદિવસની પાર્ટી, મરણોત્તર વિધિનું જમવાનું તેમજ કોઈ NGO દ્વારા જે કંઈ આપવામાં આવે તેની પર તેઓ નિર્ભર બન્યા છે. લોકડાઉનની કારમી મારથી પીડાયેલા આ પરિવારો પાસે હજી સુધી કોઇ રોજગારી નથી. જેથી તેમનો જીવન નિર્વાહ લગભગ અશક્ય છે.

25 વર્ષથી અહીં રહેતા સુમનબેને આ અંગે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, જમવાનું કોઈકવાર મળે છે તો કોઈકવાર નથી પણ મળતું. અહીં લાઈટ અને પાણીની પણ તકલીફ છે તેમજ અમારે મજબૂરીમાં દુર્ગંધયુક્ત ખાડીના પાણીનો ઉપયોગ કરવો પડે છે.

સુરતના આ યુવાનો ઝૂંપડપટ્ટીના 500 મજૂરોને આપે છે મફતમાં ભોજન

સુરતના યુવાનો કરે છે નિ:શુલ્ક ભોજન વિતરણ:

સુરતના યુવાનોનું એક ગૃપ અઠવાડિયામાં 3થી 4 વખત આ વિસ્તારમાં ફૂડ કીટનું વિતરણ કરે છે. તેઓ કીટમાં ચણા, બિસ્કિટ, પાણીની બોટલ, પ્રોટીન શેક, વેફર તેમજ ગરમ ભાત, દાળ, શાક, રોટલી વગેરે પણ આપે છે. જેથી અહીંના લોકો કુપોષણનો શિકાર થતા બચે. એટલું જ નહીં કોરોનાને ધ્યાનમાં રાખીને પણ તેને માસ્કનું વિતરણ કરવામાં આવે છે તેમજ કોરોના વિશે પણ સમજાવવામાં આવે છે. કારણકે અહીં રહેવાને કારણે તેઓના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરિત અસર પડે છે.

નિખિલ બજાજે જણાવ્યું હતું કે, જન્મદિવસની ઉજવણી, મરણોત્તર વિધિનું જમવાનું તેમજ બહારથી કોઈ ગ્રુપ દ્વારા જે કંઈ આપવામાં આવે છે તેના પર આ વર્ગ આધારિત છે. અમારી સરકારને એટલી જ અપીલ છે કે તેમની રહેવાની જગ્યા બદલવામાં આવે તેમજ તેમને કામ આપવામાં આવે જેથી આ વર્ગની સ્થિતિ સુધારી શકાય. આજે અમે 500 કીટનું વિતરણ કર્યું છે.

સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ

Last Updated : Oct 16, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.