ETV Bharat / city

સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો આક્ષેપ, ખાનગી શાળાઓ કરોડોનું ડોનેશન લે છે - ખાનગી શાળાઓ

સુરતમાં સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ એસોસિએશને ખાનગી શાળાઓનો વિરોધ કર્યો હતો. એસોસિએશનનો આક્ષેપ છે કે, ખાનગી શાળાઓ જુદા જુદા લેબલ લગાડી કરોડો રૂપિયાનું ડોનેશન લઈ રહી છે. આ અંગે એસોસિએશને પોસ્ટરો સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો આક્ષેપ, ખાનગી શાળાઓ કરોડોનું ડોનેશન લે છે

author img

By

Published : Mar 24, 2021, 3:56 PM IST

  • સુરતમાં ખાનગી શાળાઓ સામે વાલીઓએ બાંયો ચડાવી
  • સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ એસોસિએશને કર્યો વિરોધ
  • પોસ્ટરો અને બેનરો સાથે એસોસિએશને કર્યો વિરોધ
  • એસોસિએશનને જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસનો કર્યો ઘેરાવ

આ પણ વાંચોઃ કોલેજોમાં પણ ફી ઘટાડવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

સુરતઃ સુરત ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, ખાનગી શાળાઓ મનફાવે તેમ કરોડોનું ડોનેશન ઉઘરાવી રહી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરીને જાણ પણ કરવામાં આવી હતી. ખાસ કરીને સુરતની મેટાસ એડ વેન્ટિસ્ટ સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી લાખો રૂપિયાનું ડોનેશન લેવામાં આવી રહ્યું છે.

એસોસિએશનને જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસનો કર્યો ઘેરાવ

આ પણ વાંચોઃ સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?

વાલી મંડળ જે પણ મુદ્દા અમારી પાસે લાવે છે તે માટે અમે તેમને પ્રોત્સાહિત કરીએ છીએઃ જિલ્લા શિક્ષણાધિકારી

સુરત જિલ્લા શિક્ષણાધિકારી એસ. એસ. રાજ્યગુરુએ આ અંગે જણાવ્યું હતું કે, સુરતના વાલી મંડળો હોય કે અન્ય વાલી મંડળો હોય તેમના દ્વારા આપવામાં આવેલા તમામ મુદ્દાઓ અંગે અમે જે તે સ્કૂલો સાથે ચર્ચા પણ કરી હતી. જોકે અમે જાતે સુરતના વાલી મંડળનો આભાર માનીએ છીએ કે, જે કોઈ વાત હોય તે અમને ખબર નથી હોતી તે વાત અમને વાલી મંડળો દ્વારા ખબર પડતી હોય છે અને જ્યારે પણ સુરતનું વાલી મંડળ કોઈ પણ મુદ્દાઓને લઈને અમારી પાસે આવે છે ત્યારે અમે તેમની વાતો સાંભળીને જે તે મુદ્દે વાત કરીને કરીને તેને આશ્વાસન પણ આપીએ છીએ કે આ બાબત ફરી પાછી તમારી સમક્ષ નહીં આવે એવી ખાતરી આપીને અમે વાલી મંડળોને પ્રોત્સાહન આપીએ છીએ અને જો કોઈ વાત જે કોઈ મુદ્દો હજી પણ રહી ગયો હોય તેની પર ચોક્કસથી તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.