ETV Bharat / city

સુરત ACBની ટીમે સિમ્મેર હોસ્પિટલના મેડિકલ ઓફિસરની 2500 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી - સિમ્મેર કોવિડ હોસ્પિટલ

સુરત ACBની ટીમ દ્વારા સિમ્મેર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા ક્લાસ-2- મેડિકલ ઓફિસરને 2500 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

Surat news
Surat news
author img

By

Published : Jul 21, 2021, 9:31 PM IST

  • ACB ટીમે ક્લાસ-2 મેડિકલ ઓફિસરની ધરપકડ કરી
  • રૂપિયા 2500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
  • સિમ્મેર કોવિડ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની ધરપકડ

સુરત: ACBની ટીમને ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, સુરત સિમ્મેર કોવીડ હોસ્પિટલ (Smimer Covid Hospital) માં મને અર્જન્ટમાં રેપિડ એન્ટીજન રિપોર્ટ (Rapid antigen report) જોઈતો હતો. તે વખતે ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસર દ્વારા મને એમ જણાવવામાં આવ્યું હતું કે, તમને રિપોર્ટ મળી જશે પણ આ રિપોર્ટ માટે તમને 6000 રૂપિયા આપવા પડશે. પહેલા તમારે મને અહીં 25 રૂપિયા આપી દેવા પડશે, ત્યારબાદ તમારા આધાર કાર્ડની નકલ કોપી મને વોટ્સએપ દ્વારા મોકલી આપજો. તમને રિપોર્ટ આપી દેવામાં આવશે ત્યારે બીજા 2500 રૂપિયા આપવાના રહેશે.

ACBની ટીમે વોચ ગોઠવી મેડિકલ ઓફિસરને પૈસા લેતી વખતે રંગેહાથે ઝડપી પાડ્યો

ફરિયાદીએ જણાવ્યુ કે, આ કામ માટે પૈસા આપવાના હોય તેમ છતાં પૈસા લેવામાં આવે છે. આ વાતને લઈને ફરિયાદીએ સુરત ACBનો સંપર્ક કરીને સમગ્ર વિગત જણાવી હતી. જે બાદ સુરત ACBની ટીમ દ્વારા બુધવારે શહેરના સિમ્મેર હોસ્પિટલની બહાર સારા દરવાજા પાસે મેડિકલ ઓફિસર દ્વારા રિપોર્ટ લેવા માટે બોલાવ્યો હતો તથા બાકીના પૈસા 2500 લઈને આવવું તેમ કહેવામાં આવ્યું હતું. ફરિયાદી આ સમગ્ર વિગત સુરત ACBને કરતા ACBની ટીમ દ્વારા ફરિયાદી રિપોર્ટ લેવા માટે ગયેલા ત્યાં જ ACBની ટીમે પહેલાથી જ વોચ ગોઠવી આ મેડિકલ ઓફિસરને પૈસા લેતી વખતે રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
આ પહેલા પણ SMCના કેટલાક અધિકારીઓ તથા કર્મચારીઓ ACBના હાથે ઝડપાઇ ચૂક્યા છે
સુરત ACBની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાના સિમ્મેર કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવતા કલાસ-2- મેડિકલ ઓફિસરને રેપિડ એન્ટીજન ટેસ્ટના (Rapid antigen report) રિપોર્ટ પોઝિટિવ આપવા બાબતે 2500 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, આ પહેલા પણ સુરત મહાનગરપાલિકા (SMC)ના કેટલાક કર્મચારીઓ સુરત ACBની ટીમના સકંજામાં પકડાઇ ચૂક્યા છે. એક મહિના પહેલાં પણ લિંબાયત ઝોન આકારણી વિભાગનો ક્લાર્ક બાંધકામ પેરા ઓછો બતાવવા બાબતે તેની સુરત ACBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ACBની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ

સુરત ACBની ટીમ દ્વારા સુરત સિમ્મેર કોવીડ હોસ્પિટલ (Smimer Covid Hospital) માં કલાસ-2- મેડિકલ ઓફિસર ફરિયાદીના આધારે બુધવારે હોસ્પિટલની બહાર આવેલા સારા દરવાજા ઉપર 2500 રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો. જે બાદ હાલ ACBની ટીમ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, આ આરોપી જેનું નામ દીપક વિનોદભાઈ ગઢીયા છે. સુરત મહાનગરપાલિકાની સારા દરવાજા પાસે આવેલી સિમ્મેર કોવિડ હોસ્પિટલમાં (Smimer Covid Hospital) ફરજ બજાવે છે. આ આરોપી ક્યારથી અને કેટલા લોકો જોડે આવું કર્યું છે. આની સાથે કેટલા લોકો બીજા જોડાય છે કે નહીં તેની સમગ્ર વિગત જાણવા માટે અમારી ટીમે હવે આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.