- આમ આદમી પાર્ટીએ ગેસ સીલીન્ડરમાં થતી ગેરરીતી ઝડપી પાડી
- બોટલનું વજન 30 કિલોની બદલે 27 કિલો થયું
- કતારગામના જે.કે.નગર અને ઉદય નગરમાં AAPના દરોડા
સુરત: કતારગામમાં આમ આદમી પાર્ટીએ ગેસ સીલીન્ડરમાં ગેરરીતી ઝડપી પાડી છે. ગેસની બોટલોના 30 કિલોનું વજનની બદલે 27 કિલો જ ગેસનો વજન નીકળ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કતારગામના જે.કે.નગર અને ઉદય નગરમાં દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી.
બોટલમાંથી માત્ર 27 કિલો જ ગેસ નીકળ્યો
સુરતમાં ગેસની બોટલોમાં ગેરરીતી આચરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ કતારગામ વિસ્તારમાં આવેલા જે.કે.નગર અને ઉદયનગરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ડીલીવરી કરવા આવેલા લોકો પાસેથી ગેસની બોટલ લઇ સીધો વજન કરવામાં આવ્યો હતો. જેમાં 30 કિલોની જગ્યા પર માત્ર 27 કિલો જ ગેસ નીકળ્યો હતો.
દરેક બોટલમાં 2 કિલો ગેસ ઓછો નીકળ્યો
આમ આદમી પાર્ટીના નેતા દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમને જાણ થઇ હતી કે ગેસની બોટલોમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે અને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેથી આજે ઉદય નગર અને જે.કે.નગરમાં રેડ કરાઈ હતી. જેમાં દરેક બાટલાની અંદર 2 કિલો ગેસ ઓછો અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.