સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાના આગમનની (Happy Ganesh Chaturthi 2022) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દસ દિવસ સુધી ચાલતા આ પર્વને દેશમાં ધામધૂમથી અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. લોકો જુદા જુદા આકૃતિ અને પ્રભાવિત થાય તેવા વેશમાં ગણેશ ચતુર્થીના પવન અવસરે ભગવાન ગણેશજીની સ્થાપના કરતા હોય છે. આજે એવુજ એક ઉદાહરણ ગણેશ સ્થાપનાનું છે. જેમાં સુરતના કતારગામ વિસ્તારમા રહેતા હીરાના દલાલી વ્યવસાયમાં કામ કરતા વ્યક્તિએ મોંઘી મૂર્તિનું ઘણા સમયથી ખરીદી કરી લોકોમાં એક કુતુહલ સર્જ્યું છે. જેમાં ખાસ કરીને આ ગણેશ ભગવાનની મૂર્તિ રફ ડાયમંડની છે.
એક અનોખા ગણેશજીનું પ્રસ્થાપન ગણેશ મહોત્સવ થતાની સાથે જ વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારના ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરતા હોય છે. જોકે સુરતમા એક અનોખા ગણેશજીનું પ્રસ્થાપન કરવામા આવ્યુ હતુ. જેની કિમત અંદાજિત 500 કરોડ આંકવામા આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમા રહેતા રાજુભાઇ પાંડવ હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો ડાયમંડ જડિત ગણપતિ, સુરતમાં પચાસ હજારથી વધુની કિંમતની ગણેશજીની પ્રતિમા
એક હીરો મળી આવ્યો વર્ષ 2005મા તેઓ જ્યારે રફ ડાયમંડની ખરીદી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને આબેહુબ ગણેશ મૂર્તિની આકારનો એક હીરો મળી આવ્યો હતો. જે ડાયમંડની મૂર્તિની સૂંઢ પણ જમણી તરફની જોવા મળી હતી.જેથી રાજુભાઇએ પોતાના પરિવારજનોની સહમતીથી આ મૂર્તિ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ દિવસ સુધી પૈસા એકઠા કરી આખરે આ મૂર્તિ તેઓએ રૂપિયા 29 હજારમા ખરીદી હતી. મૂર્તિ ખરીદ્યા બાદ તેઓએ આ મૂર્તિને પોતાના જ ઘરમા ગણેશ મહોત્સવ ઉજવવાનુ નિર્ણય કર્યો હતો. છેલ્લા 13 વર્ષથી તેઓ પોતાના જ ઘરમા ગણેશ સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી ધામધુમથી કરી રહ્યા છે.
સૂંઢ પણ ડાબી બાજૂ આ અંગે રાજુભાઇ પાંડવ એ જણાવ્યું હતું કે આ ખાસ રફ હીરા જ્યારે પ્રથમવાર જોયું ત્યારે જ લાગ્યું કે આ ગણેશજીની પ્રતિકૃતિ છે. પરિવારના સભ્યોને આ અંગે જણાવ્યું હતું. અમારી માટે એની કોઈ કિંમત નથી કારણ કે અમે ભાવનાત્મક રીતે જોડાયા છે એની ખાસિયતની વાત કરવામાં આવે તો આ સંપૂર્ણ રીતે પારદર્શક છે. સૌથી અગત્યની વાત એ છે કે ગણપતિજી સ્પષ્ટ આકૃતિ જોવા મળે છે. જેમાં સૂંઢ પણ ડાબી બાજુ છે. જે સિદ્ધિવિનાયક ગણેશજીની પ્રતિમામાં જોવા મળે છે.
આ પણ વાંચો નાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો
હીરો દુર્લભ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ હીરાને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે. આ સિંગલ કટ છે. પારદર્શી હોવાના કારણે દુર્લભ પણ છે દિવસ સુધી અમે પૂજા અર્ચના કરીએ છીએ અને ત્યારબાદ સુરક્ષિત રીતે તેને સેફમાં મૂકી દઈએ છીએ. હજારોની સંખ્યામાં લોકો આ હીરાને જોવા માટે આવે છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થાના કારણે અમે માત્ર ગણતરીના લોકોને જ દર્શન આપીએ છીએ.