ETV Bharat / city

Success story of Surat Woman: 51 વર્ષની ઉમરમાં શરૂ કરી યૂટ્યૂબ ચેનલ, કૂકિંગ રેસિપી શીખવાડી કમાય છે લાખો રૂપિયા

સુરતના અરુણા બેન ગોસ્વામીએ 51 વર્ષની ઉંમરે યૂટ્યૂૂૂબ ચેનલ (Success story of Surat Woman) શરૂ કરી છે અને આજે લાખોની કમાણી કરી રહ્યા છે. કોરોનાકાળમાં દીકરાની મદદથી શરૂ કરેલી તેમની યૂટ્યૂબ ચેનલ પર 5 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ છે.

Success story of Surat Woman: 51 વર્ષની ઉમરમાં શરૂ કરી યૂટ્યૂબ ચેનલ, કૂકિંગ રેસિપી શીખવાડી કમાય છે લાખો રૂપિયા
Success story of Surat Woman: 51 વર્ષની ઉમરમાં શરૂ કરી યૂટ્યૂબ ચેનલ, કૂકિંગ રેસિપી શીખવાડી કમાય છે લાખો રૂપિયા
author img

By

Published : Feb 17, 2022, 9:15 PM IST

સુરત: પોતાની આવડતને વાચા આપવા માટે ક્યારેય (Success story of Surat Woman) કોઈ ઉંમર નડતી નથી. આ વાત શહેરની 51 વર્ષીય મહિલાએ સાબિત કરી છે. કોરોનાકાળ (Corona Pandemic Gujarat) દરમિયાન તેમણે કૂકિંગ શૉની યુટ્યુબ (Cooking YouTube Channel Surat) ચેનલ બનાવી હતી, જેને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રેમ મળ્યો છે. 5 લાખથી વધુ સબ્સક્રાઇબર થતા તેઓ સારી આવક કરીને પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત કરી રહ્યા છે.

5 લાખથી વધુ સબ્સક્રાઇબર થતા તેઓ સારી એવી કમાણી કરી રહ્યા છે.

યૂટ્યૂબ પર વિડીયો અપલોડ કરીને કરે છે લાખોની કમાણી

મહિલાઓમાં રસોઈ બનાવવાની કળા પ્રાચીન સંસ્કૃતિથી જોવા મળી રહી છે. આજે કેટલીક મહિલાઓ છે જેઓ ટિફિન બનાવીને અને અન્યોના ઘરકામ કરીને આવક મેળવી રહી છે. સુરત શહેરના 51 વર્ષના અરુણાબેન ગોસ્વામીએ કૂકિંગના વિડીયો (Cooking Videos Surat) બનાવીને યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરે છે અને તેના થકી ઘર બેઠા આવક મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: સાબરકાંઠાનું અનોખું ગામ જ્યાં જાનવરો માટે બનાવાય છે રસોઈ !

5 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ

અવનવી વાનગીઓ (Gujarati Food Videos)ને સરળ અને સ્વાદિષ્ટ રીતે બનાવવાની તેમની કળાને અનેક લોકો પસંદ કરી રહ્યા છે. તેમની યૂટ્યૂબ ચેનલ (Gujarati Food YouTube Channel) પર 5 લાખ જેટલા સબ્સક્રાઇબર્સ છે. પરિવારના સહયોગને કારણે આજે તેઓ મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વખાણવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: વિશ્વનું પ્રથમ ગામ જ્યાં દરેક ઘરે સોલાર ચુલાથી બને છે રસોઈ, વાંચો વધુ વિગત

કોરોનાકાળમાં દીકરાએ કૂકિંગ વિડીયો બનાવવા કહ્યું

આ અંગે અરુણા બેને જણાવ્યું હતું કે, "મેં 12 વર્ષની ઉંમરે રસોઈ શીખી લીધી હતી. મને શોખ પહેલેથી જ હતો, પરંતુ તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની આવડત નહોતી. મારા દીકરા કુશે મને વિડીયો બનાવવા કહ્યું અને ત્યારબાદ અમે કોરોનાકાળ (Corona In Surat)માં તે શરૂ કર્યું. આજે મને વિદેશીઓ પણ કોમેન્ટ કરે છે કે અમને ભાષા સમજ નથી પડતી પણ જે પદ્ધતિ તમે બનાવો છો તે સારી રીતે સમજ પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.